બંગાળના સંદેશખાલી ઘટના અંગે સીબીઆઇ તપાસની માંગ
આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: રાજ્ય બહાર સુનાવણી કરવાની પણ માંગણી
બંગાળના સંદેશખાલીમાં મહિલા અત્યાચારના મુદ્દા પરનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઇ અથવા સીટ કરાવવા તેમજ આ અંગેની સુનાવણી રાજ્યની બહાર કરાવવાની માંગણી કરતી અરજી પર સોમવારે એટલે કે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
એક વકીલ દ્વારા જનહીત અરજી દાખલ કરવામાં આવી હતી અને તેમાં નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સમગ્ર મામલાની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. મણિપુરની જેમ ત્રણ જજની કમિટીની દેખરેખમાં તપાસ કરાવવામાં આવે તેવી માંગણી થઈ છે. આજે સુપ્રીમ કોર્ટમાં આ અરજીની સુનાવણી થવાની છે. બંગાળની મમતા સરકાર બરાબર ઘેરાઈ રહી છે.