દીલ્હીની જેએનયુ ફરી વિવાદમાં, ફ્રી કાશ્મીર, ભગવા જલેગા જેવા સૂત્રો લખાયા
ભારે દેકારો, સોસિયલ મીડિયા પર વિડિયો શેર થયા, કેમ્પસની દીવાલો પર લખાણ સામે વિરોધ
દિલ્હી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેએનયુ વારંવાર વિવાદિત ઘટનાઓને લીધે ચર્ચામાં આવે છે, આ મુદ્દા પર રાજકીય ટક્કર પણ થતી રહી છે અને હવે જેએનયુની દીવાલો પર વિવાદિત સૂત્રો લખી દેવામાં આવ્યા હતા. તેરી કબર ખુદેગી જેવા સૂત્રો પણ લખવામાં આવ્યા છે.
યુનિવર્સિટીની દીવાલો પર ‘ફ્રી કાશ્મીર’ અને ‘ભગવા સળગશે’ જેવા ઉશ્કેરણીજનક સૂત્રો લખ્યા હતા. આ બાબતે ભારે હંગામો મચી ગયો હતો. વિવાદ વધુ ગંભીર બની શકે છે. આ પ્રકારના વિડિયો પણ મોટા પાયે શેર કરવામાં આવ્યા હતા.
જેએનયુની દીવાલો પર વડાપ્રધાન મોદી અને ભાજપ વિરુદ્ધ પણ વાંધાજનક વાતો લખવામાં આવી હતી. દેશની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની દીવાલો પર આ સૂત્રો કોણે લખ્યાં તેના વિશે હજુ કોઈ ખુલાસો થયો નથી. આ સૂત્રો લાલ અને વાદળી રંગમાં લખેલા હતા.
જેએનયુના સ્કૂલ ઓફ લેંગ્વેજની દીવાલો પર આ વાતો લખેલી જોવા મળી હતી. અહીંની દીવાલો અને ફ્લોર પર ફ્રી કાશ્મીર, આઈઓકે (ભારત અધિકૃત કાશ્મીર), ભગવા સળગશે અને પીએમ મોદી વિશે વાંધાજનક વાતો લખેલી હતી.
જેએનયુના કેટલાક વિધ્યાર્થીઓ હજુ પણ વિવાદમાં છે અને કેટલાક જેલમાં છે તો કેટલાકની સામે કાયદાકીય કાર્યવાહી થયેલી છે. ભૂતકાળમાં પણ આવા ઊશકેરણીજનક સૂત્રો લખાયા હતા અને તેણે પગલે ભારે ટેન્શનનો માહોલ છવાયો હતો.
2022 માં ડિસેમ્બરમાં પણ બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. એ સમયે પણ ભારે વિરોધ બાદ પગલાં લેવાયા હતા.