Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દિલ્હીનો દમ ઘૂંટાયો

Tue, November 19 2024

હવાના પ્રદુષણની સ્થિતિ કાબુ બહાર
સુપ્રીમ કોર્ટે આપ સરકારને લગાવી ફટકાર
ધો. ૧૨ સુધીની સ્કૂલો બંધ કરવા આદેશ
ઓડ-ઇવન લાગુ કરવા સરકારની વિચારણા

દર શિયાળામાં દિલ્હીમાં હવાના પ્રદુષણની સમસ્યા મોઢું ફાડીને ઉભી રહે છે અને આ વખતે પણ આ સમસ્યા દિલ્હીવાસીઓ માટે આફતરુપ બની છે. જો કે આ વખતે સ્થિતિ થોડી વધુ ભયંકર હોવાનું લાગી રહ્યું છે અને દિલ્હીનો દમ ઘૂંટાયો હોય તેવી પ્રતીતિ થઇ રહી છે. આ મામલે સુપ્રિમ કોર્ટે આકરાં પગલાં લીધા છે અને સરકારને ધો. ૧૨ સુધીની તમામ શાળાઓ બંધ કરવા આદેશ આપ્યો છે. દિલ્હી સરકારે જે પ્રતિબંધો લાગુ કર્યા છે તે ચાલુ જ રાખજો તેવું કહીને સુપ્રિમ કોર્ટે અમને પૂછ્યા વગર એક પણ છૂટછાટ ન આપતા તેવો આદેશ પણ આતિશી સરકારને આપ્યો છે.

આ વર્ષે વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચી રહી છે. દિલ્હી-NCRમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. દિલ્હીમાં હાનીકારક પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માગણી કરતા એમિકસએ કહ્યું હતું કે આજે આપણે ગંભીર પરિસ્થિતિમાં છીએ. સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. આપણે દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બનવા ન દેવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે દિલ્હીમાં AQI 300થી નીચે જાય તો પણ કોર્ટની પરવાનગી વિના GRAP-4ને દૂર કરવામાં ન આવે.

દિલ્હીમાં સોમવારે AQI 481 નોંધાયો હતો. જેને ધ્યાનમાં રાખીને GRAP-4 લાગુ કરવામાં આવ્યો છે. રવિવારે AQI 450 પર પહોંચ્યા પછી GRAP 4 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ સોમવારે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને AQI 500 નોંધાયો હતો. AQI નોઈડામાં 384, ગાઝિયાબાદમાં 400, ગુરુગ્રામમાં 446 અને ફરીદાબાદમાં 336 નોંધાયું હતું.

ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) દિલ્હી-NCR પ્રદેશમાં વાયુ પ્રદૂષણને રોકવા પગલા લેવા માટેનો પ્લાન છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ના પ્રમાણ મુજબ આ પ્લાનના સ્ટેજ લાગુ કરવામાં આવે છે.આ જોગવાઈ હેઠળ દિલ્હીમાં ડીઝલવાળા ભારે વાહનો માટે પ્રવેશબંધી છે સાથોસાથ બાંધકામ પ્રવૃત્તિ પણ બંધ કરી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, જો હજુ આ સ્થિતિ યથાવત રહેશે તો વાહનો માટે ઓડ-ઇવનનો નિયમ લાગુ કરવાની વિચારણા થઇ શકે છે.

બોક્સ
પાકિસ્તાનમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ

જેમ દિલ્હીમાં હવાનું પ્રદુષણ ભયંકર સ્તરે છે તેવી જ રીતે પાકિસ્તાનનાં લાહોર, ઇસ્લામાબાદ અને મુલતાન જેવા શહેરોમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ભયંકર પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ હળવી કરવા માટે સરકારે સોમવારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કર્યો હતો અને તેને લીધે ખાસ કરીને ઇસ્લામાબાદમાં થોડી રાહત પહોંચી હતી. જો આ પ્રયોગ સતત સફળ રહેશે તો હવાની ક્વોલીટી સુધારશે અને પ્રજાને રાહત મળશે.

Share Article

Other Articles

Previous

૧૩૫ની દવા ૪૪૦ની થઈ જાય છે, કારણ: ડૉક્ટરનું ‘કમિશન’ ૧૦૫ !

Next

ફેંસલો, નાગરિક બેન્કની ચૂંટણીમાં આજે મતગણતરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
19 મિનિટutes પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
27 મિનિટutes પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
40 મિનિટutes પહેલા
શોએબ અખતરે ભારત સામે હાર બાદ મહોસીન નકવી ઉપર માછલા ધોયા, કહ્યું-તદન નકામો,અભણ,જાહીલ: ગાળો દેવાનું જ બાકી રાખ્યું
1 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

રાજકોટમાં સુચિતના નામે સરકારી જમીનોનું વેચાણ
રાજકોટ
2 વર્ષ પહેલા
આતંકવાદી હુમલાને પગલે શ્રીનગરમાં મોરારીબાપુની કથા અધવચ્ચે જ પૂર્ણ, ભવિષ્યમાં અધૂરી કથા પુરી કરીશ એવું બાપુનું વચન
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
મોરબી રોડ પર ૭૫ કરોડની જમીન ખુલ્લી કરાવતી મનપા
રાજકોટ
2 વર્ષ પહેલા
ઑટોમોબાઇલ સેક્ટર માટે કઈ નહીં પણ ઇલેક્ટ્રિક વાહનો માટે ફોકસ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર