પ્રજાસત્તાક પર્વની પરેડને લીધે દિલ્હી ફ્લાઇટના સમયમાં ફેરફાર: રાજકોટની વહેલી સવારની ઊડાન એક કલાક મોડી
દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 26 જાન્યુઆરી સુધી રાજકોટથી દિલ્હી જતી વહેલી સવારની ફ્લાઈટોના સમયમાં બદલાવ જોવા મળશે. દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વ દરમિયાન સવારે 10:30થી બપોરે 12:00 વાગ્યા સુધી ભારતીય વાયુસેના દ્વારા હવાઈ પરેડ યોજાવાની હોવાથી દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિકમાં નિયંત્રણ મૂકાયું છે.
આ કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 885/886 (દિલ્હી-રાજકોટ-દિલ્હી) જે અત્યાર સુધી સવારે 10:10 વાગ્યે ટેક ઓફ કરતી હતી, તે હવે એક કલાક મોડી એટલે કે સવારે 11:10 વાગ્યે ઉડાન ભરશે.
આ પણ વાંચો :રેકોર્ડબ્રેક તેજી બાદ ભારે કરેકશન: ચાંદી 24 કલાકમાં રૂ.28,000 તૂટી, માર્કેટમાં ખરીદી માટે વેઇટ એન્ડ વોચની સ્થિતિ
મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે એર ઈન્ડિયા દ્વારા આ ફેરફારની જાણકારી અધિકૃત વેબસાઈટ પર ટિકિટ બુકિંગ દરમિયાન આપવામાં આવી છે. એરલાઈન્સ દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે મુસાફરી પહેલાં ફ્લાઈટના સમયની પુષ્ટિ કરી લે અને એરપોર્ટ પર સમયસર પહોંચે.
