દિલ્હી ગેસ ચેમ્બર બની: 18 વિસ્તારમાં AQI 400 પાર, ચાંદની ચોકથી વજીરપુર સુધી સ્થિતિ ગંભીર
દિલ્હીમાં શનિવારે હવામાન ગંભીર પ્રદૂષણના અસરથી ઘેરાયું હતું. રાજધાનીમાં હવાની ગુણવત્તા (AQI) ખૂબ જ ખરાબ સ્તરે પહોંચી ગઈ છે.
શનિવારે સવારે સમગ્ર શહેરમાં ધુમ્મસ અને ધૂળ-ધુમાડા વચ્ચે AQI 387 નોંધાયો, જે ‘ગંભીર’ શ્રેણી નજીક છે.
આ સ્થિતિને કારણે ચાંદની ચોકથી લઈને વજીરપુર સુધીની વિસ્તારોમાં લોકોના શ્વાસને ગંભીર જોખમ પહોંચી ગયું છે.
દિલ્હીના 18 વિસ્તારોમાં AQI 400 ને પાર કરી દીધું. વજીરપુરમાં AQI 443, જહાંગીરપુરી 439, વિવેકવિહાર 437, અશોક વિહાર 431, નહેરુનગર 421 અને ચાંદની ચોક 412 સુધી પહોંચી.
ઘનધુમ્મસ અને ધૂળ-ધુમાડાના કારણે દૃશ્યતા ઘટી ગઈ છે, જે IGI એરપોર્ટ માટે પણ એલર્ટ જાહેર કરાયું છે. બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારીઓ ધરાવતા લોકોને ખાસ સાવધાની જરૂરી છે.
