Delhi Assembly Election Results : પ્રવેશ વર્માના કારણે નહીં આ વ્યક્તિના કારણે થઈ કેજરીવાલની હાર, જાણો કોણે લીધો બદલો ?
નવી દિલ્હીની બેઠક ઉપર અરવિંદ કેજરીવાલના પરાજય આમ આદમી પાર્ટીને સ્તબ્ધ કરી દીધી છે. તેમને પરાજય આપનાર ભાજપના ઉમેદવાર પ્રવેશ જાયન્ટ કિલર બન્યા છે. પરંતુ તેમના આ વિજય અને કેજરીવાલના પરાજય માટે કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિત પણ નિમિત્ત બન્યા છે. કેજરીવાલ સામે વર્મા 4,089 મતની સરસાઈ થી વિજય થયા. તેની સામે ત્રીજા ક્રમે રહેલા કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતને 4,568 મત મળ્યા હતા. વિપક્ષના મતોનું એ વિભાજન કેજરીવાલને ભરખી ગયું.
જાણકારોના જણાવ્યા મુજબતો સંદીપ દીક્ષિતઆ ચૂંટણી અરવિંદ કેજરીવાલને પ્રયાસ કરવા માટે લડ્યા હતા.2013ની ચૂંટણીમાં નવી દિલ્હીની બેઠક ઉપરથી કેજરીવાલે સંદીપ દીક્ષિત ના માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે 25,000 મતની
સરસાઈ થી વિજય મેળવ્યો હતો.હવે એ જ બેઠક ઉપર કેજરીવાલને પરાજયનો ઝાટકો લાગ્યો છે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી સમયે પણ સંદીપ દીક્ષિતે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધન નો વિરોધ કર્યો હતો. ગઠબંધન થઈ ગયા પછી પણ તેઓ
કેજરીવાલ ઉપર વ્યક્તિગત પ્રહારો કરતા રહ્યા હતા.

કેજરીવાલે શીલા દીક્ષિતની જ તમામ યોજનાઓ પોતાના નામે ચડાવી દીધા હોવાનો સંદીપ દીક્ષિતે આક્ષેપ કર્યો હતો તેમના અને કેજરીવાલ વચ્ચે વ્યક્તિગત વૈમનસ્ય હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણી સમયે પણ કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી મંડળના કેટલાક વગદાર નેતાઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો મત ધરાવતા હતા. ત્યારે પણ સંદીપ દીક્ષિતે તીવ્ર વિરોધ કર્યો હતો.