દિપીકા પાદુકોણ અને નન્હી પરીને મળ્યા ‘કિંગ ખાન’ : મોડી રાત્રે પહોંચ્યો હોસ્પિટલ, વિડીયો વાયરલ
થોડા દિવસો પહેલા જ દિપીકા પાદુકોણે બેબી ગર્લને જન્મ આપ્યો હતો અને દીપ-વીર માતા-પિતા બન્યા હતા. ઘણા સ્ટાર્સ તેને મળવા હોસ્પિટલ જઈ રહ્યા છે. હમણાં જ મુકેશ અંબાણી લક્ષ્મીજી અને નવા બનેલા માતાપિતાને મળવા પહોંચ્યા હતા ત્યારે ગુરુવાર, 12 સપ્ટેમ્બરે મોડી રાત્રે શાહરૂખ ખાન દીપિકા અને બાળકીને મળવા અને અભિનંદન આપવા હોસ્પિટલ ગયા હતા. લોકોને આ સમાચાર ત્યારે ખબર પડી જ્યારે તેનો હોસ્પિટલ છોડવાનો વીડિયો વાયરલ થયો. કિંગ ખાન તેની સંપૂર્ણ સુરક્ષા સાથે એચએન રિલાયન્સ હોસ્પિટલમાં ગયો હતો. જ્યાં દીપિકાએ એક બાળકીને જન્મ આપ્યો છે. તેમની પહેલા મુકેશ અંબાણી પણ દીપિકા અને રણવીરને અભિનંદન આપવા ગયા હતા. જ્યાં તેણે અભિનેત્રી અને બાળકીને અભિનંદન પાઠવ્યા હતા.
દીપિકાએ શાહરૂખ સાથે ફિલ્મી કરિયરની કરી હતી શરૂઆત
દીપિકાએ શાહરૂખ ખાન સાથે તેની પ્રથમ ડેબ્યૂ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં કામ કર્યું હતું. બંનેએ સાથે ‘ચેન્નઈ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર અને પઠાણ જેવી ઘણી હિટ ફિલ્મો કરી છે. દીપિકા અને શાહરૂખ એકબીજા સાથે ખૂબ જ ગાઢ બોન્ડ છે.
દીપિકા અને રણવીરે 8 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર તેમની બાળકીના જન્મની જાહેરાત કરી હતી. ત્યારથી, સોશિયલ મીડિયા પર અભિનંદનનો પૂર અટક્યો નથી, મોટા સ્ટાર્સે દીપિકા અને રણવીરને ઇન્ટરનેટ પર અભિનંદન આપ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દીપિકા પાદુકોણે બાળકના જન્મ પહેલા જ તેના તમામ વર્ક કમિટમેન્ટ્સ પૂર્ણ કરી લીધા હતા અને હવે તે આ વર્ષે મેટરનિટી લીવ પર જવાની છે. હવે દીપિકા આવતા વર્ષે 2025માં જ ઈન્ડસ્ટ્રીમાં કામ પર પરત ફરશે.