તુષ્ટિકરણ અને જાતિવાદના દિવસો પૂરા: અમિત શાહ
ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચુંટણીના પરિણામોથી ભાજપના કેમ્પમાં ઉત્સવનો માહોલ છે અને તમામ નેતાઓ કાર્યકરોને અભિનંદન આપી રહ્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાજપના અભૂતપૂર્વ વિજય બદલ કાર્યકરોની મહેનતને વખાણી છે.
એમણે કહ્યું હતું કે, પરિણામોએ એ વાત સાબિત કરી આપી છે કે, તુષ્ટિકરણ અને જાતિવાદની રાજનીતિના દિવસો હવે સમાપ્ત થઈ ગયા છે. ભાજપે દરેક રાજ્યમાં કરેલા વિકાસની લોકોએ નોંધ લીધી છે અને ભાજપ પર ભરોસો દર્શાવીને ત્રણ રાજ્યમાં સત્તા અપાવી છે.