દાઉદના છેલ્લા ડચકાં ઝેર અપાયું? વાંચો શું છે મામલો
પાકિસ્તાનની મહિલા પત્રકારના દાવા બાદ ભારે ઉત્તેજના ફેલાઇ
ભારતનો નબર વન દુશ્મન દાઉદ ઈબ્રાહીમ કરાચીની એક હોસ્પિટલમા મરણ પથારી હોવાના અને કથિતપણે તેને ઝેર અપાયું હોવાના અહેવાલોને પગલે સમગ્ર દેશમા ભારે ઉત્તેજનાનો માહોલ છવાયો હતો. દાઉદ ની બીમારી અને તેના મૃત્યુ અગે ભૂતકાળમા પણ અનેક વખત સમાચારો વહેતા થયા હતા પરતુ આ વખતે આ સમાચાર પાકિસ્તાનની એક મહિલા પત્રકાર અને લોકપ્રિય યુ ટ્યુબરે બ્રેક કરતા રહસ્ય વધુ ઘેરુ બન્યુ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષ દરમિયાન ભારતમા આતકવાદી ઘટનાઓ સાથે સકળાયેલા અનેક આતંકીઓની અજાણ્યા શખસો દ્વારાપાકિસ્તાનમાં ઝેર આપીને તથા ગોળી મારીને હત્યાઓ કરવામા આવી છે. અને આ ઘટનાને પણ એ શૃંખલા સાથે સાંકળવામાં આવી રહી છે. બીજી તરફ આ સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થયા બાદ પાકિસ્તાનમાં રવિવારે રાત્રે અચાનક જ ઇન્ટરનેટ ઠપ્પ થઈ જતા ભારે ભેદભરમ સર્જાયા હતા. જો કે સત્તાવાળાઓએ ઇમરાન ખાનની વર્ચ્યુઅલ રેલીને કારણે અશાંતિ ફેલાવવાના ભયને ધ્યાનમા લઇ ઇન્ટરનેટ સેવા મર્યાદિત કરી હોવાનો ખુલાસો આપ્યો હતો.
શું કહ્યુ પાકિસ્તાની પત્રકારે?
પાકિસ્તાનની મહિલા પત્રકાર આરજુ કાઝમીએ દાઉદની ગભીર હાલત અને ઝેર અપાયાની શકા અગે વિડીયો વાયરલ કર્યો હતો. તેમા અપાયેલી વિગતો ને સાચી માની એ તો બે દિવસ પહેલા દાઉદને ગભીર હાલતમા હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. તેને ઝેર અપાયો હોવાની શકા વ્યક્ત થઇ હતી. સમાચારમાં જણાવ્યા મુજબ આ આખી ઘટના ખૂબ ગુપ્ત રાખવાનો પ્રયત્ન થયો હતો. હોસ્પિટલમા દાઉદને એક અલગ ફ્લોર ઉપર સારવાર આપવામા આવી રહી છે અને હોસ્પિટલના સિનિયર તબીબો અને નજીકના પરિવારજનો સિવાય કોઈને ત્યા પ્રવેશ ન અપાતો હોવાનુ પણ એ પત્રકારે દાવો કર્યો હતો. યોગાનુયોગ ત્યારબાદ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા થપ થઈ ગઈ હતી. આ ઘટના બાદ ભારતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ સમાચારથી ઉભરાઈ ગયા હતા.કેટલાક લોકોએ દાઉદ મૃત્યુ પામ્યો હોવાનુ પણ જાહેર કર્યું હતું.બીજી તરફ ભારતની ગુપ્તચર સસ્થાઓ તથા અન્ય એજન્સીઓએ દાઉદ ના મુબઈ સ્થિત પરિવારજનો તથા સાગ્રીતોની આ બાબતે પૂછપરછ હાથ ધરી હોવાની ચર્ચા હતી.જો કે આ સમગ્ર ઘટના અગે કોઈ સતાવાર જાહેરાત નથી થઈ.
દાઉદ કરાચીમાં હોવાની તેના ભાણેજની કબૂલાત
દાઉદ કરાચીના ક્લિફટોન વિસ્તારમા આઈ એસ આઈના સુરક્ષા કવચ વચ્ચે રહેતો હોવાનો ભારતનો દાવો છે. સામા પક્ષે પાકિસ્તાનના સતાધીશો દાઉદ પાકિસ્તાનમાં ન રહેતો હોવાનુ રટણ રટતું રહ્યા છે. એ દરમિયાન જાન્યુઆરી ૨૦૨૩ મા મુબઈ ખાતે રહેતી દાઉદ ની બહેન હસીના પારકરના પુત્ર અલીશાહ પારકરે દાઉદ કરાચીમાં જ પરિવાર સાથે રહેતો હોવાની એનઆઇએ સમક્ષ કબૂલાત આપી હતી. તેના કહેવા મુજબ દાઉદે મહેઝબિન નામની પઠાણ મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. તેને મારૂખ, મહેરીન અને માજીદા નામની ત્રણ પુત્રી અને મોહસીન નવાજ નામનો પુત્ર છે. તે પૈકી મારુખના લગ્ન પાકિસ્તાનના ક્રિકેટર જાવેદ મીયાદના પુત્ર જુનેદ સાથે થયા હોવાનુ અલિશાહે જણાવ્યુ હતુ.
ડી ગેંગ આજે પણ મુંબઇમાં કાર્યરત
દાઉદ ઈબ્રાહિમને અમેરિકાએ પણ ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કર્યો છે. ગ્લોબલ ટેરેરિસ્ટ ઇન્ડેક્સની દસમી આવૃત્તિ ના અહેવાલમાં જણાવ્યા મુજબ દાઉદ ઈબ્રાહીમ અને તેની ડી ગેંગ આજે પણ મુબઈમા ડ્રગ ટ્રાફિકિગ, ગેરકાયદે હથિયારો,તેમજ નકલી કરન્સી જેવા ગુનાહિત કૃત્યો સાથે સકળાયેલી છે. દાઉદ અને તેની ગેંગને અલ કાયદા જેવા આતકી સગઠન સાથે સાંઠ ગાંઠ હોવાનુ પણ એ અહેવાલમાં જણાવાયુ છે.
વધુ એક આતંકીની ભેદી હત્યા
એક તરફ દાઉદને ઝેર અપાયા હોવાના અહેવાલ વહેતા થયા છે ત્યારે જ રવિવારે ભારતના દુશ્મન એવા વધુ એક આતંકવાદીની પાકિસ્તાનમાં ભેદી હત્યા થઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ ઉરી હુમલામા સડોવાયેલા હબીબુલ્લાહ નામના હાફિઝ સૈયદના ગાઢ સાથીને ખૈબર પખતુનવાલામાં અજાણ્યા બંદૂક ધારીઓએ ઠાર માર્યો હતો.નોંધનીય છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન ભારત વિરોધી આતંકીઓની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા થઈ હોય તેવી આ ૧૨મી ઘટના છે.
દાઉદના વેવાઇ, ક્રિકેટર જાવેદ મિયાદાદ નજરકેદ
આખા પરિવારને ઘરની બહાર નહીં નીકળવા આદેશ, અન્ય લોકો પર નજર
નવી દિલ્હી: કરાચીમાં સારવાર દરમિયાન માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમનું મોત થયાની પાકિસ્તાનમાં જોરદાર અફવા ચાલી હતી અને તેની વચ્ચે પાકના જાણીતા ક્રિકેટર અને દાઉદના વેવાઈ જાવેદ મિયાદાદને નજરકેદ કરી લેવાયો હતો. જાવેદના આખા પરિવારને નજરકેદ કરવામા આવ્યો હતો. એમની પૂછપરછ પણ કરવામા આવી હતી તેવા અહેવાલો બહાર આવ્યા હતા. પાકિસ્તાનમાં દાઉદની નજીક ગણાતા લોકો પર ચાંપતી નજર રાખવામા આવી રહી છે અને એમની પણ પૂછપરછ કરવામા આવી હતી.