ક્રાઉડસ્ટ્રાઈકના સીઈઓ જ્યોર્જ કુર્ટ્ઝ કહે છે કે આ કોઈ સાયબર હુમલો નથી
ક્રાઉડસ્ટ્રાઇકના પ્રમુખ અને સીઇઓ જ્યોર્જ કુર્ટઝે ટ્વીટ કર્યું, “અમારી કંપની સક્રિયપણે એવા ગ્રાહકો સાથે કામ કરી રહી છે કે જેઓ Windows હોસ્ટ માટે એક જ સામગ્રી અપડેટમાં શોધાયેલી ખામીથી પ્રભાવિત છે. Mac અને Linux હોસ્ટને અસર થતી નથી. તે “કોઈ સુરક્ષા ઘટના અથવા સાયબર હુમલાની ઓળખ કરવામાં આવી નથી. લોકો તેને સાયબર હુમલો ગણી રહ્યા હતા પણ કંપનીએ કહ્યું હતું કે આવું કઈ નથી
ફ્લાઈટ કેન્સલેશન વિશે માહિતી અપાઈ નહીં
ચેન્નાઈ એરપોર્ટ પર એક મુસાફર દેવ મોહંતીએ જણાવ્યું હતું કે, “મારી ગોવાની ફ્લાઈટ હતી અને તે કેન્સલ થઈ ગઈ છે, પરંતુ ઈન્ડિગોએ અમને ટેક્સ્ટ કે ઈમેલ દ્વારા જાણ કરી નથી. અમને ફ્લાઈટ રદ થઈ હોવાની કોઈ માહિતી મળી નથી.” અહીં પહોંચીને મને સીઆઈએસએફ દ્વારા કહેવામાં આવ્યું કે ઈન્ડિગોએ કોઈ વ્યવસ્થા કરી નથી.
અનેક યાત્રિકોએ ઘણા બધા એરપોર્ટ પર આ પ્રકારની મુશ્કેલીનો સામનો કર્યો હતો. મોટી વયના લોકોની હાલત ભારે કફોડી થઈ હતી. જો કે સિસ્ટમ ફેલ થતાં લોકોને જાણકારી આપી શકાઈ નથી તેવા જવાબ અપાયા હતા.