Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ક્રિકેટર રીન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ : જાણો કપલમાંથી કોણ છે વધુ અમિર? કેટલી છે સંપતિ

Sun, June 8 2025


ટીમ ઈન્ડિયાના મીડલ ઑર્ડર બેટર રિન્કુ સિંહ અને ઉત્તરપ્રદેશના જૌનપુરના મછલીશહરના સપા સાંસદ પ્રિયા સરોજ સગાઈના તાંતણે બંધાયા હતા. લખનૌની ફાઈવ સ્ટાર હોટેલમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં બન્નેએ એકબીજાને રિંગ પહેરાવી હતી. આ દરમિયાન રિન્કુ સિંહે પ્રિયા સરોજને જેવી રિંગ પહેરાવી કે પ્રિયા રડવા લાગ્યાં હતાં. આ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ રિંગ સેરેમનીમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને તેમનાં પત્ની ડિમ્પલ પાદવ હાજર રહ્યા હતા.

INSTA!@rinku_edits_12


આ ઉપરાંત BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને જયા બચ્ચન પણ રિન્કુ અને પ્રિયાને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. બન્નેએ એકબીજા માટે સ્પેશ્યલ રિંગ મંગાવી હતી. પ્રિયાએ કોલકત્તાથી ડિઝાઈનર રિંગ તો રિન્કુ સિંહે મુંબઈથી ખાસ રિંગ મંગાવી હતી. બન્ને રિંગની કિંમત અઢી લાખ રૂપિયા જેવી છે. હવે 18 નવેમ્બરે વારાણસીની હોટેલ તાજ ખાતે બન્ને લગ્નના બંધનમાં બંધાશે. આ કાર્યક્રમમાં ક્રિકેટજગતના ખેલાડીઓ, ફિલ્મી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે.

View this post on Instagram

A post shared by Rinku Singh (@rinku_edits_12)

રિંગ સેરેમનીમાં રિંકુ સિંહ સફેદ શેરવાનીમાં જોવા મળ્યો હતો જ્યારે, જ્યારે પ્રિયા સરોજે બેબી પિન્ક લહેંગા પહેર્યો હતો. પ્રિયા સ્ટેજ પર પહોંચતાની સાથે જ પ્રિયા સરોજ ખુશીના આંસુ આવ્યા હતા. બાદમાં, બંનેએ હસતાં હસતાં પોઝ આપ્યા હતા. સમારોહમાં લગભગ 300 મહેમાનો હાજર રહ્યા હતા. આમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, પ્રોફેસર રામગોપાલ યાદવ, જયા બચ્ચન, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનો સમાવેશ થાય છે.



રિંકુ કે પ્રિયા સરોજ કોણ વધુ ધનવાન છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL અને ભારતીય ટીમમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્રિકેટર રિંકુ સિંહની કુલ સંપત્તિ આશરે 8 થી 9 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેમને IPL 2025 માટે 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા. આનાથી તેમની વાર્ષિક કમાણીમાં મોટો ઉછાળો આવ્યો છે. તેમની પાસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છે. તેઓ ગ્રેડ C માં છે. ગ્રેડ C ના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા મળે છે. રિંકુ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો ભાગ રહી ચૂક્યો છે.

આ પણ વાંચો : કોહલી કમાણીમાં પણ ‘વિરાટ’! આટલા કરોડની સંપતિનો માલિક, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી, જાણો તમામ માહિતી

સગાઈમાં કોણ કોણ હાજર રહ્યું?

રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજની સગાઈમાં રમતગમત અને રાજકારણની દુનિયાની ઘણી હસ્તીઓ હાજર રહી હતી. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર, પીયૂષ ચાવલા અને યુપી રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ જેવા અનુભવી ખેલાડીઓએ પણ નવદંપતીને અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહીં, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, સાંસદ ડિમ્પલ યાદવ, જયા બચ્ચન, ઇકરા હસન સહિત ઘણા મોટા નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી. પ્રિયા સરોજે કોલકાતાથી એક ખાસ ડિઝાઇનર રિંગ મંગાવી હતી, જ્યારે રિંકુ સિંહે મુંબઈથી બનાવેલી તેની પસંદગીની રિંગ મંગાવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ એરપોર્ટ ટર્મિનલમાં આજ સવારથી “પાણી…પાણી”નો દેકારો:ત્રણેય પાઈપલાઈન બંધ,વોશરૂમમાં પણ પાણી ન આવતાં પેસેન્જરોમાં ભારે રોષ

Next

સુરતમાં મોડલનો ગળાફાંસો ખાઈ આપઘાત : અંતિમ રિલમાં લખ્યું આજે તે અહેસાસ કરાવી દીધો કે…!! વાંચો સમગ્ર ઘટના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

ટી-20, ટી-10 ભૂલી જાઓ, 7 વર્ષ બાદ રમાશે પાંચ ઓવરની મેચ !!
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
અયોધ્યામાં રામલલ્લા મંદિરમાં ૧ લાખ લાડુ મોકલાયા હતા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શપથ બાદ અમેરિકામાં ટ્રમ્પ બીજો શું ફેરફાર કરશે ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
કોઈપણ વ્યક્તિ સોલર ,વિન્ડ કે હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી વિજળી ઉદ્યોગોને વેંચી શકશે
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર