CP Radhakrishnan: સીપી રાધાકૃષ્ણને PM મોદી સાથે કરી મુલાકાત, 21 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન દિલ્હી પહોંચી ગયા છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા. તેમનો કાફલો પહેલેથી જ તૈયાર હતો અને આ દરમિયાન તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી પહોંચ્યા પછી, રાધાકૃષ્ણન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.

રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનએ વડાપ્રધાન સાથે કરી મુલાકાત
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયા પછી, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના પ્રવાસે પહોંચ્યા. તેઓ વડાપ્રધાન નિવાસસ્થાને ગયા અને પીએમ મોદીને મળ્યા. તમને જણાવી દઈએ કે રાધાકૃષ્ણન ચાર દાયકાથી વધુ સમયથી રાજકીય, સામાજિક અને બંધારણીય જીવનમાં સક્રિય છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા પછી, પીએમ મોદીએ તેમના સત્તાવાર X હેન્ડલ પર તસવીરો શેર કરી અને લખ્યું, રાધાકૃષ્ણન જીને મળ્યા અને તેમને NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ અભિનંદન આપ્યા.
Blessed and honoured to meet our beloved People’s leader our most respected Honourable Prime Minister Shri. @narendramodi Ji today in New Delhi. 🙏🙏 pic.twitter.com/eC1YpCUVKg
— CP Radhakrishnan (@CPRGuv) August 18, 2025
અનુભવ આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવશે
વડાપ્રધાન મોદીએ કહ્યું, તેમની લાંબી જાહેર સેવા અને વિવિધ ક્ષેત્રોનો અનુભવ આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. તેઓ હંમેશા જે સમર્પણ અને દૃઢ નિશ્ચય બતાવ્યો છે તે જ સમર્પણ અને નિશ્ચય સાથે રાષ્ટ્રની સેવા કરતા રહે.
આ પણ વાંચો : ‘વોટ ચોરી’ વિવાદ : મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાની વિપક્ષની તૈયારી
ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ ઉમેદવારીપત્ર કર્યું હતું જાહેર
નોંધનીય છે કે ગઈકાલે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ પીએમ મોદીની હાજરીમાં યોજાયેલી એનડીએની બેઠક બાદ ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાધાકૃષ્ણનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તમિલનાડુના સીપી રાધાકૃષ્ણન લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. જુલાઈ 2024માં મહારાષ્ટ્રના રાજ્યપાલ બનેલા રાધાકૃષ્ણન સામે વિપક્ષે હજુ સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. ચૂંટણી માટે મતદાન 9 સપ્ટેમ્બરે થશે.
