બિહારમાં રાજકીય દંગલ વચ્ચે રાબડી દેવીને કોર્ટનું સમન્સ
જમીનના બદલામાં નોકરી કેસ અંતર્ગત મિસા ભારતીને પણ બોલાવ્યા, 9 મીએ હાજર થવું પડશે
બિહારમાં રાજકીય સંગ્રામ વચ્ચે લાલુપ્રસાદ ફેમિલીની મુશ્કેલીઓ વધી શકે છે. જમીનના બદલામાં નોકરી કૌભાંડ કેસમાં કાર્યવાહી આગળ વધી છે અને રાબડી દેવી તથા મિસા ભારતીને અદાલતે સમન્સ મોકલ્યું હતું. 9 મી તારીખે કોર્ટમાં એમને હાજર થવું પડશે.
આ બંને સાથે અન્ય આરોપીઓને પણ કોર્ટમાં હાજર થવાનો આદેશ કરાયો હતો. આ પહેલા મનીલોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા લાલુ યાદવ અને તેજસ્વીને સમન્સ મોકલાયા હતા. લાલુએ 29 મી અને તેજસ્વીએ 30 મી તારીખે એજન્સીની પટણા ઓફિસમાં હાજર થવાનું છે.
જમીનના બદલામાં નોકરી અંગેના કેસમાં ઇડીએ ચાર્જશીટ પણ દાખલ કરેલી છે અને અને હવે રબડી દેવી તથા મિસા ભારતીનો પૂછપરછ કરીને બીજી માહિતી મેળવવામાં આવશે.