આપ નેતા સિસોદિયાનો જેલવાસ કોર્ટે 31 મે સુધી લંબાવ્યો
દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટે મંગળવારે આપના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલી વધારી દીધી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી દીધી હતી.
મનીષ સિસોદિયાને મંગળવારે દિલ્હી દારૂ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓને લેખિતમાં સમજાવવા કહ્યું કે બિનજરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં કેટલો સમય લાગશે?
આ પછી કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી વધારી દીધી હતી. હવે આ કેસની આગામી સુનાવણી 31 મેના રોજ બપોરે 12 વાગ્યે થશે.સિસોદિયા બહાર આવવા અરજીઓ કરી રહ્યા છે.