2023-24 માં વિકાસ દર 6.3 ટકા રહેવાનું અનુમાન
દેશનું અર્થતંત્ર સાચી દિશામાં દોડી રહ્યું છે અને સારા પરિણામો મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા વર્લ્ડ બેંકે પણ ભારત અંગે મહત્વનો રિપોર્ટ જાહેર કર્યો છે. સરકાર માટે આ અહેવાલ રાહતરૂપ છે.
વર્લ્ડ બેંકે નાણાંકીય વર્ષ 2023-2024 અંગે ભારત માટે સારા સમાચાર આપ્યા છે. વર્લ્ડ બેંકે 2023-24માં ભારતનો વિકાસ દર 6.3 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું છે.
વૈશ્વિક સમસ્યાઓ છતાં ભારતીય અર્થતંત્ર
પર વર્લ્ડ બેંકે વિશ્વાસ કાયમ રાખ્યો છે. વર્લ્ડ બેંકે આજે એક રિપોર્ટ જાહેર કર્યો હતો , જેમાં ભારતીય અર્થતંત્રની હરણફાળ ગતિ અંગેનો અહેવાલ રજુ કર્યો છે.
વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્રનો વિકાસ દર આગામી 2 વર્ષની અંદર એટલે કે 2023-24માં 6.4 ટકા રહેવાનો તેમજ 2024-25માં 6.5 ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે. રિપોર્ટ મુજબ દેશનું સર્વિસ સેક્ટર
ઊંચી ઉડાન ભરશે અને તે 7.4 ટકાના વિકાસ દરે આગળ વધી શકે છે.
ભારતમાં ગત 5 વર્ષના મુકાબલે આ વર્ષે ચોમાસા
ની સ્થિતિ નબળી રહી હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે, જેના કારણે એગ્રીકલ્ચર સેક્ટર
પર ખરાબ પ્રભાવ પડ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાદ્ય ફુગાવો
માં વધારો થયો છે. જોકે વર્લ્ડ બેંકે આવનારા કેટલાક મહિનાઓમાં ખાદ્ય ફુગાવામાં ઘટાડો થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.