ચૌદમી સદીની યુપીની અટાલા મસ્જિદ અંગે પણ વિવાદ : સર્વેનો આદેશ કરવાનો અદાલતે કર્યો ઇનકાર
ઉત્તર પ્રદેશના જોનપુર ખાતે આવેલી 14 મી સદીની અટાલા મસ્જિદ નો સર્વે કરવાનો આદેશ આપવાનો સ્થાનિક અદાલતે ઇન્કાર કરી દીધો હતો. 14 મી સદીની આ મસ્જિદ હાલમાં વિવાદનું કારણ બની છે. સ્વરાજ વાહીની એસોસિએશન નામના હિન્દુ સંગઠનને
આ મસ્જિદ મૂળભૂત રીતે મંદિર હોવાનો અને 14 મી સદીમાં ફિરોઝ શાહ તુઘલકે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે તેને તોડી પાડી મસ્જિદ બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. એ સ્થળે હિન્દુઓને પૂજન વિધિ કરવાનો અધિકાર માંગતી તેમજ બિન હિન્દુઓને એ પરિસરમાં પ્રવેશ ન કરવા દેવાનો આદેશ માગતી અરજી એ સંગઠનમાં દ્વારા જોનપુર અદાલતમાં કરવામાં આવી હતી.
એ કેસની સુનાણી દરમિયાન અદાલતે કહ્યું કે પ્લેસીસ ઓફ વર્શીપ એકટની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી ના થાય ત્યાં સુધી એક પણ ધર્મસ્થાનની ઓળખને પડકારતી કે સર્વેની માંગણી કરતી અરજીઓ ન સ્વીકારવા અને એ બાબતે કોઈપણ આદેશ ન કરવા દેશભરની અદાલતોને સુચના આપી છે. જોનપુર અદાલતે સુપ્રીમ કોર્ટના એ આદેશને ટાંકીને અટાલા મસ્જિદના સર્વેની માંગણી પર કોઈ પણ પ્રકારનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ અંગેના કેસની સુનવણી 28 ફેબ્રુઆરીના રોજ થશે. જોનપુર અદાલતે અટાલા મસ્જિદ અંગેની વધુ સુનાવણી માટે બે માર્ચ ની તારીખ નક્કી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ વારાણસી, શાહી ઈદગાહ મસ્જિદ મથુરા, અજમેર દરગાહ શરીફ તથા સંભલની મસ્જિદ સહિત 10 જેટલી મસ્જિદો અને દરગાહો અંગે હાલમાં કેસ ચાલી રહ્યા છે. પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટમાં તમામ ધર્મસ્થાનકોને 15 ઓગસ્ટ 1947 ની સ્થિતિમાં યથાવત રાખવાની જોગવાઈ છે. એ જોગવાઈ ઘેર બંધારણીય હોવાની અરજી કેટલાક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી છે.