ડોકટર-હોસ્પિટલની બેદરકારીથી યુવકનું મોત થતાં ગ્રાહક કોર્ટે ફટકારી નોટિસ : ફરિયાદીએ 98 લાખ રૂપિયાના વળતરની કરી માંગ
રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારક આયોગમાં હોમિયોપેથી ડોક્ટર એસ.જે. પાનેલીયા અને પલ્સ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની તબીબી બેદરકારીથી એક યુવકના મૃત્યુના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીએ 98 લાખ રૂપિયાના વળતરની માંગણી કરી છે.જે કેસમાં કોર્ટે ડોક્ટર અને હોસ્પિટલને નોટિસ ફટકારી છે.

ફરિયાદી પ્રફુલભાઈ ખખ્ખરના જણાવ્યા મુજબ, તેમના પુત્ર યશભાઈ પ્રફુલભાઈ ખખ્ખર (ગુજરનાર), જેઓ અમદાવાદની બીઝટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા, ગત વર્ષે જન્માષ્ટમીની રજાઓ દરમિયાન રાજકોટ આવ્યા હતા. 28 ઓગસ્ટ, 2024ના રોજ યશભાઈને નબળાઈ અને અસંતુલનની ફરિયાદ થતાં તેઓ રેલનગર સ્થિત શ્રીજી ક્લિનિકમાં ડોક્ટર એસ.જે. પાનેલીયા પાસે ગયા હતા. જેઓ હોમિયોપેથી પ્રેક્ટિસનર છે. તેમણે યોગ્ય નિદાન વગર યશભાઈને એલોપેથી દવાનો બાટલો ચડાવ્યો. આનાથી યશભાઈને ઠંડી, ધ્રુજારી અને તરફડીયાંની સ્થિતિ થઈ, અને તેઓ બેહોશ થઈ ગયા હતા.ડોક્ટરે પોતાની ભૂલ છુપાવવા યશભાઈને પોતાની ગાડીમાં પલ્સ મલ્ટીસ્પેશિયાલિસ્ટ ગજેન્દ્ર જાની હોસ્પિટલ ખાતે ધકેલી દીધા અને ત્યાંથી નીકળી ગયા.
આ પણ વાંચો : રાજ્યના 267 પેટ્રોલ પંપ ઉપર દરોડા : અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં 16 પંપમાં ગેરરીતિ સામે આવતા ફટકાર્યો દંડ
પલ્સ હોસ્પિટલે તાત્કાલિક સારવાર આપવાને બદલે યશભાઈને બ્રેઈનનું એમઆરઆઈ કરાવવા અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું. હતપ્રભથયેલા પરિવારે યશભાઈને પહેલા સિવિલ હોસ્પિટલ અને પછી બાલાજી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ યશભાઈને મૃત જાહેર કર્યા. બાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, પરંતુ વિશેરા રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આ પણ વાંચો : સરકારી જમીન વેચી માર્યાનું કૌભાંડ : ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટીમંત્રી મંત્રી સામે FIR, 44 પ્લોટ માટે બનાવ્યા દસ્તાવેજ
ફરિયાદી પ્રફુલભાઈ જેઓ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. યતેમના માટે આ ઘટના ભારે આઘાતજનક હતી. તેમણે ડોક્ટર એસ.જે. પાનેલીયા અને પલ્સ હોસ્પિટલ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી જેમાં પોલીસ પેપર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, યશભાઈની સેલરી સ્લિપ અને આઈટી રિટર્ન જેવા દસ્તાવેજો રજૂ કર્યા હતા ગ્રાહક કોર્ટે ફરિયાદને ગંભીરતાથી લઈ, ડોક્ટર એસ.જે. પાનેલીયા અને પલ્સ હોસ્પિટલને નોટિસ જારી કરી છે
આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ ગજેન્દ્ર જાની, રાજેશ દલ, કૈલાશ જાની, જતીન ભટ્ટ, મહેશ જોષી, નીલેશ દવે અને રીતુ પરમાર રોકાયેલા છે.