ગાંધીધામમાંથી 800 કરોડથી પણ વધુ કિંમતનું 80 કિલો કોકેઈન ઝડપાયું
સ્થાનિક પોલીસનું સુપર ઓપરેશન
૮૦ કિલો ડ્રગ ક્યાંથી આવ્યું અને કોને ડિલીવર કરવાનું હતું તેની તપાસનો ધમધમાટ
કચ્છનાં ગાંધીધામ પોલીસે દરિયા કિનારે લાવારીસ હાલતમાં પડેલું અંદાજે 800 કરોડથી પણ વધુ કિંમતનું ૮૦ કિલોથી વધુ કોકેઇન કબજે કર્યું છે. ગુજરાત પોલીસના ઈતિહાસમાં આ એક મોટી કાર્યવાહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ગાંધીધામ પોલીસને બાતમી મળી હતી કે, દરિયા કિનારે શંકાસ્પદ બોક્સ પડ્યા છે અને તેમાં ડ્રગ છે. આ બાતમી ના આધારે પોલીસે પહોચી જઈને આ બોક્સ કબજે લીધા હતા અને એફ.એસ.એલની તપાસમાં આ ડ્રગ કોકેઇન હોવાનું અને તેનું વજન ૮૦ કિલોથી વધુ હોવાનું બહાર આવ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર, આંતર રાષ્ટ્રીય માર્કેટમાં આ ડ્રગની કિમત ૫૦૦ કરોડથી પણ વધુ થાય છે. જો કે, હજુ પોલીસે સતાવાર ખુલાસો કર્યો નથી.
દરિયા કિનારે આ ડ્રગ કોણ ફેંકી ગયું અને કોને આપવાનું હતું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.