આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ જશે અયોધ્યા, મંદિરનું નિરીક્ષણ કરશે અને રામલલાની પૂજા
તા. 27 નાં રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વાયબ્રન્ટ સમિટ અંતર્ગત જાપાન તેમજ સિંગાપોરનાં વિદેશ પ્રવાસે જવાનાં છે. વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અયોધ્યા મુલાકાતે જઈ રહ્યા છે. અયોધ્યા ખાતે મુખ્યમંત્રી રામ લલ્લાની પૂજા કરશે. તેમજ રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરશે. તેમજ યુપી સરકારે શાહનવાજપુરમાં ગુજરાત ભવન માટે ફાળવેલી જગ્યાની સમીક્ષા કરશે.