Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભારતને ખાતર, દુર્લભ ખનિજ અને ટનલ મશીન આપવા ચીન સહમત : અમેરિકાને ભરી પીવા ભારત-ચીને હાથ મિલાવ્યા

Wed, August 20 2025


ટ્રમ્પની ટેરિફ નીતિનો જવાબ આપવા ભારત અને ચીન નજીક આવી રહ્યા છે.બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાત દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા તરફ મહત્વનું પગલું ભર્યું છે. આ બેઠકમાં ચીને ભારતને ખાતર (યુરિયા, એનપીકે, ડીએપી), દુર્લભખનિજો (રેર અર્થ મિનરલ્સ) અને ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)નો પુરવઠો ફરી શરૂ કરવા માટે સંમતિ દર્શાવી છે. આ નિર્ણયને બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનો સકારાત્મક સંકેત માનવામાં આવે છે.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગયા મહિને ચીનની મુલાકાત દરમિયાન આ મુદ્દાઓને ઉઠાવ્યા હતા. તેમણે ખાસ કરીને ખેતી માટે જરૂરી ખાતરો, ઓટો પાર્ટ્સ માટે દુર્લભ ખનિજો અને રસ્તા તથા શહેરી માળખાગત વિકાસ માટે ટનલ બોરિંગ મશીનોના પુરવઠાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચીન તરફથી લગભગ એક વર્ષથી આ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ હતો, જેના કારણે ભારતને નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડયો હતો. ચીન ભારતને લગભગ 30 ટકા ખાતરોનો પુરવઠો કરે છે, જે ખેતી ક્ષેત્ર માટે અત્યંત મહત્વનું છે. આ ઉપરાંત, દુર્લભ ખનિજો ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે અને ટનલ મશીનો દેશના માળખાગત વિકાસ માટે આવશ્યક છે.

આ પણ વાંચો : દેશના ટેક્સટાઇલ ક્ષેત્રમાં ખુશીની લહેર : સરકારે કપાસ પરની ઇમ્પોર્ટ ડયુટી 42 દિવસ માટે રદ કરતાં મળી મોટી રાહત

બેઠક દરમિયાન, ભારતે તાઈવાન મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતની તાઇવાન અંગેની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી અને ભારત, વિશ્વના અન્ય દેશોની જેમ, તાઈવાન સાથે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો જાળવી રાખે છે. આ બેઠકમાં બંને પક્ષો વચ્ચેની ચર્ચા સૌહાર્દપૂર્ણ રહી હતી, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ બેઠકમાં એક પ્રભાવશાળી મુદ્દો રહ્યો. બંને દેશોનું માનવું હતું કે અમેરિકાની ટેરિફ અને આર્થિક નીતિઓ ભારત અને ચીન બંનેને અસર કરી શકે છે.

આ પણ વાંચો : દેશમાં ટેરિફ પ્રહારથી 3 લાખ નોકરીઓ જઈ શકે છે : HR કંપનીઓની ચેતવણી, આ ક્ષેત્રોમાં ભારે પડકાર

આવી પરિસ્થિતિમાં, બંને દેશોએ વધુ નજીક આવવાની અને સંવાદ દ્વારા પડકારોનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ બેઠકમાં સરહદી મુદ્દાઓ અને સીમા વિવાદની ચર્ચા ન કરવામાં આવી, કારણ કે આ મુદ્દાઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ દ્વારા સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ ડાયલોગમાં ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત, ચીનના વિદેશ મંત્રી વાંગ યી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું હશે. આ ઘટનાક્રમ એ દર્શાવે છે કે ભારત અને વચ્ચેના સંબંધો હવે નવી દિશામાં આગળ વધી રહ્યા છે. ચીનનો આ નિર્ણય ભારતના ખેતી, ઉદ્યોગ અને માળખાગત વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ સાથે, બંને દેશો વચ્ચેનો સંવાદ અને સહકાર વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે એક મજબૂત આધાર પૂરો પાડશે.

Share Article

Other Articles

Previous

રેખા ગુપ્તા, કેજરીવાલ અને ચિદમ્બરમ સહિતના નેતાઓ પર થયા છે હુમલા, ગુજરાતના અનેક નેતાઓના નામ પણ સામેલ

Next

દેશમાં ટેરિફ પ્રહારથી 3 લાખ નોકરીઓ જઈ શકે છે : HR કંપનીઓની ચેતવણી, આ ક્ષેત્રોમાં ભારે પડકાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
14 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
1 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
1 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સજાતીય સંબંધ ધાવતી બહેન અને સહેલીને ભાઈએ ધોકાવી
રાજકોટ
2 વર્ષ પહેલા
રૂ.130 કરોડની જમીન ખુલ્લી ! રાજકોટ સ્માર્ટ સીટી નજીક ડિમોલિશન
રાજકોટ
2 વર્ષ પહેલા
એપ્રિલના છેલ્લાં અઠવાડિયામાં નરેન્દ્ર મોદીની જાહેરસભાઓ અને રોડ-શો
રાજકોટ
2 વર્ષ પહેલા
વિરાટ કોહલીને મળશે ડાયમંડ બેટ, જાણો તેની કિંમત
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર