મોકામાની બેઠક પર ‘છોટે સરકાર’નો જલવો : જેલમાં બેઠા બેઠા બાહુબલી નેતા અનંત સિંહની ભવ્ય જીત
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકોએ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. લાલો યાદવ ના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદ આવે કુટુંબમાંથી તેની એકાલપટી થયા બાદ અલગ પક્ષ ના નામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.પણ માહુઆની બેઠક પર તેમનો LJP ના ઉમેદવાર સંજય કુમાર સિંઘ સામે કારમાં પરાજય થયો હતો.
બાહુબલીઓની મનાતી મોકમાની બેઠક ઉપર જેડીયુના બાહુબલી નેતા અનંત સિંઘનો રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર વીણા દેવી સામે 28206 મતની સરસાઈ થી વિજય થયો હતો. વીણા દેવીના પતિ સુરજભાણ સિંહ પણ બાહુબલી નેતા તરીકે પ્રખ્યાત છે. એકંદરે આ બેઠક ઉપર બે બાહુબલીઓનો જંગ હતો.અનંત સિંહની ચૂંટણી પ્રચાર દરમિયાન જન સુરજ દળના નેતાની હત્યા કરવા બદલ ધરપકડ થઈ હતી અને આ ચૂંટણી તેઓ જેલમાં બેઠા બેઠા લડ્યા હતા.
આ ચૂંટણીમાં બીઆરમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવતા બે કલાકારો પણ મેદાનમાં હતા. અલીનગર ની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે લોકપ્રિય લોકગાયિકા મૈથીલી ઠાકુર વિજય થયા હતા બીજી તરફ છપરા ની બેઠક પર જેડીયુ તરફથી ચૂંટણી લડનાર લોકપ્રિય ભોજપુરી અભિનેતા ખેસરીલાલ યાદવને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.
