‘છોરી છોરો સે કમ હૈ કે’ : પેટ્રોલથી રોડ પર 22 લખી આગ લગાડી બર્થ-ડે સેલિબ્રેટ કર્યો
રાજકોટ શહેરમાં ટીનેજર્સ દ્વારા ઇન્સ્ટરગ્રામમાં લાઇક મેળળવા માટે અવાર-નવાર રીલ્સ બનાવા પોતાના અને અન્યના જીવ જોખમમાં મુક્ત હોય છે.ત્યારે થોડા સમય પહેલા એક યુવાને નવા ૧૫૦ રીંગ રોડ પર પોતાના બર્થ-ડેના દિવસે બૂલેટ રોડ વચ્ચે ઉભુ રાખી પેટ્રોલથી જન્મતારીખનો આંકડો લખી ભડકો કરી રિલ બનાવી હતી. પોલીસે તપાસ કરી તેને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. હવે આવુ જ એક યુવતિએ કર્યું છે. રોડ પર બાઇક ઉભુ રાખી પેટ્રોલથી 22 લખી આગ લગાડી હતી.આમ પોતાનો બાવીસમો જન્મદિવસ તેણે આવી રીતે ઉજવ્યો હતો. કયા વિસ્તારની આ ઘટના છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી યુવતીની શોધખોળ શરૂ કરી છે.

