Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશભરમાં ફરી ગુંજશે જય શ્રીરામનો નાદ: અમદાવાદમાં બનેલો ઐતિહાસિક ધ્વજ અયોધ્યા રામમંદિરમાં વડાપ્રધાન ફરકાવશે

Mon, November 24 2025

અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રીરામ લલ્લાના વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠા ગત 22 જાન્યુઆરી 2024ના રોજ થઈ હતી. આ પછી ગત 5 જૂનના રોજ મંદિરના બીજા માળે રામ દરબારમાં ભગવાનના વિગ્રહની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે, ત્યારે 25 નવેમ્બર એટલે કે આવતી કાલે મુખ્ય શિખર પર વિધિવત રીતે ધ્વજારોહણ કરાશે. દેશભરમાં ફરી રામલહેર ચાલશે. જય શ્રીરામનો નાદ ગુંજશે. વડાપ્રધાન મોડી ધ્વજા ફરકાવશે અને ભારત સહિત દુનિયાભરના શ્રધ્ધાળુઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.

રામ મંદિર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત આમંત્રિત મહેમાનો હાજર રહેશે. ત્રિદિવસીય અનુષ્ઠાન થયું છે. આ પછી ધ્વજારોહણ કરવામાં આવશે. આ માટેની બધી જ તૈયારીઓ સંપન્ન કરી લેવાઈ છે. સુરક્ષાના મજબૂત જાપ્તા વચ્ચે આ ભવ્ય સમારોહ થવાનો છે.

આવતી કાલે અયોધ્યા રામ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય ધ્વજારોહણ વિધિ થશે. આ ઐતિહાસિક પ્રસંગમાં 23, 24 અને 25ના રોજ ત્રિદિવસીય અનુષ્ઠાન થયું છે. જેમાં પારંપરિક યજ્ઞ વિધિ સહિત જે ધજાનું પૂજન થશે. રામ મંદિરના શિખર પરના સ્તંભ પર જે ઘજા લહેરાશે તે શૌર્યના પ્રતિક એવા કેસરિયા રંગની હશે.’

દિવ્ય ધ્વજ અમદાવાદમાં જ તૈયાર થયો છે; ધ્વજ નિર્માતા 80 વર્ષ જૂની કંપની છે

આ ધ્વજ ગુજરાતના અમદાવાદમાં આવેલી 80 વર્ષ જૂની કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે, જે પેરાશૂટ બનાવવામાં નિષ્ણાત છે. આ ધ્વજ ખાસ પેરાશૂટ ફેબ્રિક અને રેશમના દોરાથી બનાવવામાં આવ્યો છે જે સૂર્ય, વરસાદ અને ભારે પવનનો સામનો કરી શકે છે. આ ધ્વજ 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો છે. તેને મંદિરના શિખર પર 42 ફૂટ ઊંચા ધ્વજદંડ પર ફરકાવવામાં આવશે. ધ્વજદંડ બોલ બેરિંગ્સથી સજ્જ એક ખાસ ફરતી ચેમ્બર પર માઉન્ટ થયેલ છે, જે ખાતરી કરે છે કે ધ્વજ ભારે પવનમાં પણ સુરક્ષિત રહે.

આ પણ વાંચો :બિહારમાં માતાના ધાવણમાં મળ્યું ખતરનાક કેમિકલ! બાળકો પર કેન્સરનો ખતરો; અભ્યાસમાં બહાર આવી ચોંકાવનારી હકીકત

ગમે તેવા પવન, કે ભારે વરસાદમાં પણ અડીખમ રહેશે ધ્વજ

અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ફરકાવવામાં આવનાર ધ્વજ ખૂબ જ ખાસ છે. તે ખાસ પેરાશૂટ ફેબ્રિક અને રેશમના દોરાથી બનાવવામાં આવ્યો છે જે સૂર્ય, વરસાદ અને ભારે પવનની અસરોનો સામનો કરી શકે છે. આ ધ્વજ 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો છે. તેને મંદિરની ટોચ પર 42 ફૂટ ઊંચા ધ્વજસ્તંભ પર ફરકાવવામાં આવશે.

આ પણ વાંચો :આફ્રિકા સામે વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનું એલાન : રાહુલ કેપ્ટન,જાડેજા-પંતની વાપસી,રોહિત-કોહલીની પણ પસંદગી

આક્રમણના દિવસો ગયા, હવે રામ મંદિર પર ઝંડા લહેરાશે; ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે એક મોટું નિવેદન આપ્યું હતું. લખનૌમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આપણો દેશ વિશ્વનો વિશ્વગુરુ હતો. તે ઘણા રાજાઓના રાજ્યથી શણગારેલો હતો. ભારત વિશ્વની એક મહાન શક્તિ હતી. 1000 વર્ષ સુધી, તેને આક્રમણકારોના પગ નીચે કચડી નાખવામાં આવ્યો. આપણે ગુલામીમાં રહેવું પડ્યું. ધાર્મિક સ્થળોનો નાશ થયો. બળજબરીથી ધર્માંતરણ થવા લાગ્યું. સરસંઘચાલક કહે છે કે આ બધું ત્યાં હતું. તે સમયે પણ ભારત હતું. તે ગૌરવના દિવસો હવે રહ્યા નથી, તેથી આક્રમણના દિવસો પણ ગયા. હવે રામ મંદિર પર ધ્વજ ફરકાવવામાં આવશે. આ ત્યારે પણ ભારત હતું. આ હવે પણ ભારત છે.

Share Article

Other Articles

Previous

‘વાસ્તવિક ખુશી કરતા વર્ચ્યુઅલ લાઈકનો પીછો’ : સોશિયલ મીડિયા ઉપર લાઈક-વ્યુની ‘માયાજાળ’થી યુવાનો થાક્યા

Next

બિહારમાં માતાના ધાવણમાં મળ્યું ખતરનાક કેમિકલ! બાળકો પર કેન્સરનો ખતરો; અભ્યાસમાં બહાર આવી ચોંકાવનારી હકીકત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

નાગપુર હિંસાનો માસ્ટર માઈન્ડ ફહિમ ખાન નામનો યુવાન ઝડપાયો, ગઈકાલે પકડાયેલા 50 આરોપીઓ જેલ હવાલે
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
કેદારનાથમાં ફરી આકાશી આફત: ભયાનક વરસાદ: ગૌરીકુંડમાં 13 લોકો લાપતા
નેશનલ
3 વર્ષ પહેલા
ધોનીએ નાનપણના મીત્રની દુકાનનું સ્ટીકર બેટ પર લગાવ્યું
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ગુજરાત @75 ડિઝાઈનની થીમ પર બનાવો આકર્ષક લોગો અને મેળવો 3 લાખનું ઈનામ : સ્પર્ધાનો પ્રારંભ
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર