ચંડીગઢ મેયર ચુંટણી: રિટર્નિંગ ઓફિસર સામે કેસ ચાલશે
સુપ્રીમ કોર્ટનો ફેંસલો: આજે અદાલત સમક્ષ બેલેટ પેપર રજૂ થશે ત્યારબાદ નવેસરથી છૂટણીનો નિર્ણય લેવાશે
ચંડીગઢ મેયરની ચુંટણીને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે મહત્વનો ફેંસલો આપ્યો હતો. અદાલતે કહ્યું કે, ચુંટણી અધિકારીએ જ કબૂલાત કરી છે કે એમણે બેલેટ પેપર સાથે છેડછાડ કરી છે. હવે એમની વિરુદ્ધ કેસ ચાલવો જોઈએ. સુપ્રીમે મંગળવારે બપોરે બેલેટ પેપર રજૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
સુપ્રીમની બેન્ચે એમ કહ્યું હતું કે, અદાલત પોતે મંગળવારે બેલેટ પેપરની તપાસ કરશે. આ ચુંટણીમાં હોર્સ ટ્રેડિંગ ચિંતાજનક દેખાય છે. ચુંટણી અધિકારી અનિલ મસિહે એવી કબૂલાત કરી છે કે ગોટાળામાં તેઓ સામેલ હતા. આજે ફરી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ચુંટણી અધિકારીને મંગળવારે કોર્ટમાં હજાર રહેવાનો આદેશ પણ અપાયો હતો. બેલેટ પેપરમાં નિશાન લગાવવામાં આવ્યા હતા કે નહી તેવો સવાલ અદાલતે કર્યો હતો અને ચુંટણી અધિકારીએ કહ્યું હતું કે, મે ક્રોસના નિશાન કર્યા હતા.
મંગળવારે સુપ્રીમ કોર્ટ પોતે બેલેટ પેપર ચેક કરશે અને ત્યારબાદ એવો નિર્ણય લેવાશે કે મેયરની ચુંટણી નવેસરથી કરવી જોઈએ કે નહી? હોર્સ ટ્રેડિંગ અંગે પણ અદાલતે ચિંતા દર્શાવી હતી.