Champions Trophy : પાકિસ્તાનની ધરતી પર અચાનક વાગવા લાગ્યું ભારતનું રાષ્ટ્રગીત : ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના ખેલાડી-ચાહકો સ્તબ્ધ, જુઓ વિડીયો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પણ બ્લોકબસ્ટર મેચોની શ્રેણી ચાલુ છે. આ ક્રમમાં, શનિવારે (22 ફેબ્રુઆરી) ના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં, ઇંગ્લેન્ડની ટીમ ટોસ હારી ગઈ અને પહેલા બેટિંગ કરવા આવી. આ મેચમાં આવી ઘટના જોવા મળી, જેનાથી ચાહકો સ્તબ્ધ થઈ ગયા.
આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ચોથી મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ મેચની શરૂઆત પહેલા મોટું બ્લન્ડર જોવા મળ્યું હતું.આ મેચની શરૂઆત પહેલા બંને ટીમોનું રાષ્ટ્રગીત વાગવાનું હતું. પરંતુ આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત પહલાં ભારતનું રાષ્ટ્રગીત વાગવા લાગ્યું હતું.
ખરેખર, મેચ શરૂ થાય તે પહેલાં, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બંનેના રાષ્ટ્રગીત વગાડવામાં આવવાના હતા. પરંતુ આ સમય દરમિયાન, ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે, ભારતનું રાષ્ટ્રગીત વાગવા લાગ્યું હતું. જો કે ભૂલનો અહેસાસ થતાં, અધિકારીઓએ તરત જ ભારતીય રાષ્ટ્રગીત બંધ કરી દીધું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું. ત્યાં સુધીમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
ENG vs Australia match mai indian national anthem chala diya vo bhi lahore mai 😭😭😂😂😂 #ENGvsAUS #ChampionsTrophy2025 pic.twitter.com/iOHbe4wj1F
— Manjyot wadhwa (@Manjyot68915803) February 22, 2025
આ યજમાન દેશ પાકિસ્તાનની મોટી ભૂલ ગણાશે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનમાં એક પણ મેચ રમવાની જરૂર નથી. ભારતે આ આઠ ટીમોની ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ ‘હાઇબ્રિડ મોડેલ’ અપનાવવામાં આવ્યું હતું. ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા આયોજિત દરેક મેચ શરૂ થાય તે પહેલાં બંને ટીમોના રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. આ ઘટના ટોસ પછી થાય છે.
મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન: મેથ્યુ શોર્ટ, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, સ્પેન્સર જોહ્ન્સન.
મેચમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: ફિલ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ.
રવિવારે ભારત-પાકિસ્તાન મેચ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરી (રવિવાર) ના રોજ યોજાવાની છે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. આ મેચમાં રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે મોહમ્મદ રિઝવાન પાકિસ્તાની ટીમનું નેતૃત્વ કરશે.
તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. તેમની સાથેની અન્ય બે ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. બધી 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે. આ પછી, દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. જો કોઈ ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો તે ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમશે.
ભારતીય ટીમ તેની બધી મેચ ફક્ત દુબઈમાં જ રમશે. જો ભારતીય ટીમ ક્વોલિફાય થાય છે, તો ફાઇનલ પણ દુબઈમાં યોજાશે. નહિંતર, ટાઇટલ મેચ 9 માર્ચે લાહોરમાં રમાશે. સેમિફાઇનલ મેચ અને ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પ્રથમ સેમિફાઇનલ દુબઈમાં યોજાશે. જ્યારે બીજી સેમિફાઇનલ લાહોરમાં રમાશે. પાકિસ્તાનના 3 સ્થળોએ એક સેમિફાઇનલ સહિત 10 મેચ રમાશે. આ ત્રણ સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડી છે.