વિપક્ષી નેતાઓ ઉપર CBI-EDની ધોંસ યથાવત
વિપક્ષી નેતાઓ ઉપર સરકારી એજન્સીઓની કાર્યવાહી સતત ચાલુ જ છે.
આજે સીબીઆઈએ તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાના કોલકાત્તાના નિવાસસ્થાન સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
તો બીજી તરફ ઇડીએ પશ્ચિમ બંગાળના મંત્રી ચન્દ્રનાથસિન્હાને ત્યાં દરોડો પાડ્યો હતો અને તેમને ત્યાંથી ૪૦ લાખની રોકડ રકમ કબજે કરી હતી. ઇડીએ દિલ્હીના મટીયાલા મત વિસ્તારના આપના ધારાસભ્ય ગુલાબસિંહને ત્યાં પણ દરોડો પાડ્યો હતો અને કેટલાક દસ્તાવેજો કબજે કર્યા હતા.