કેનેડા ગરીબીથી બેહાલ !! પેટનો ખાડો પુરવા 34લાખ લોકો ફૂડ બેન્કસના આશરે
કેનેડાને ગરીબીએ ભરડો લીધો હોય તેમ ગત વર્ષે 34 લાખ લોકોએ ફૂડ બેંકના આશરે જઈ પેટનો ખાડો ભર્યો હતો. કેનેડાનું અર્થતંત્ર ગંભીર સંકટમાં ઘેરાયું છે. સરકારના જણાવ્યા અનુસાર પોવર્ટી લેવલ 9.9% ની સર્વોચ્ચ સપાટીએ પહોંચતા લોકોને બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ થઈ રહ્યું છે.
ડેઇલી બ્રેડ ફૂડ બેંક અને નોર્થ યોર હાર્વેસ્ટ ફૂડ બેંકના
વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર ફુટ બેંકની મુલાકાત લેતા લોકોની સંખ્યામાં કોરોના મહામારી દરમિયાનના સમયની તુલનાએ 273 ટકાનો અને ગત વર્ષની તુલનાએ 36 ટકાનો વધારો થયો હતો.એક એપ્રિલ 2023 થી 31 માર્ચ 2024 સુધીમાં 34 લાખ લોકોએ ફૂડ બેંકની મુલાકાત લીધી હતી. આ આંકડો ગત વર્ષની સંખ્યા કરતા 10 લાખ વધારે છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ ટોરેન્ટો શહેરના દર 10 માંથી એક માણસ ફૂડ બેન્કના આશરે છે. ટોરેન્ટો શહેરના દરેક ચારમાંથી એક ઘરમાં લોકો ખાદ્ય અસલામતીનો ભય અનુભવી રહ્યો છે. દરેક આઠમાંથી એક નાગરિક
ગરીબી ભોગવી રહ્યો છે. સમગ્ર કેનેડામાં 31% લોકોને પેટનો ખાડો ભરવાના સાંસા પડી ગયા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે ૩૦ ટકા ફૂડ બેંક પણ કડિયા જાટક થઈ ગઈ છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર મહિને 300 ડોલરની કમાણી કરતા લોકોને પણ ફૂડ બેંક નો આશરો લેવો પડે તે હદે મોંઘવારીએ ભરડો લીધો છે. આ પરિસ્થિતિ માટે સરકારની આર્થિક નીતિઓને જવાબદાર ગણાવવામાં આવી છે.
