જેસલમેરમાં બસ બની અગનગોળો : 21 મુસાફર જીવતા ભુંજાયા, DNA સેમ્પલથી થશે મૃતદેહોની ઓળખ, PM મોદીએ સહાયની કરી જાહેરાત
મંગળવારે રાજસ્થાનના જેસલમેરથી જોધપુર જઈ રહેલી કે.કે. ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં અચાનક આગ લાગતાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી અને બસ અગનગોળો બની જતાં 21 યાત્રિકોના મૃત્યુ થયા હતા અને 16 ગંભીર રીતે ઘાયલ છે. કમનસીબ બસ મંગળવારે સાંજે જેસલમેરમાં મ્યુઝિયમ પાસે પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી અને જોતજોતામાં આખી બસ અગનજ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી અને મુસાફરોને હૃદયદ્રાવક ચીસાચીસ કરી મૂકી હતી.

બસમાં કુલ 57 યાત્રિકો સવાર હતા
પોલીસના જણાવ્યા મુજબ બસમાં કુલ 57 યાત્રિકો સવાર હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ આ ગમખ્વાર દુર્ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ તરફ ધસી ગયા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરો, પોલીસ અને સેનાના જવાનો પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા.ફાયર બ્રિગેડની મદદથી કલાકો બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સેનાના જવાનોએ બસમાંથી યાત્રિકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. બસને આર્મીના કબજામાં લઈ લેવામાં આવી હતી અને આર્મી હોસ્પિટલમાં દાઝેલા લોકોને દાખલ કરી દેવાયા હતા.
Shocking and Horrifying
— TIger NS (@TIgerNS3) October 14, 2025
Massive fire accident in Jaisalmer: A moving AC bus caught fire, more than 15 passengers died a painful death by burning alive… #JaisalmerBusFire #Jaisalmer #Rajasthan #FireAccident pic.twitter.com/w41n3z4eJK
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાને અત્યંત કમનસીબ ગણાવી હતી અને ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના દર્શાવી હતી. ઘાયલો જલદીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના પણ એમણે કરી હતી. હજુ 16 લોકો ગંભીર છે માટે મૃત્યુઆંક વધવાની પણ સંભાવના છે.
બસમાં આગ ફટાકડાના વિસ્ફોટથી લાગી હોવાની શક્યતા
પ્રાથમિક માહિતીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ બસમાં આગ ફટાકડાના વિસ્ફોટથી લાગી હોવાની શક્યતાની તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાનના મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસરે જણાવ્યું હતું કે, “મેં મારા જીવનમાં ક્યારેય આવો અકસ્માત જોયો નથી. બસમાં વિસ્ફોટ થયો હતો. FSL ટીમ તપાસ કરશે.”
#WATCH | Rajasthan: A Jaisalmer-Jodhpur bus burst into flames in Jaisalmer. Fire tenders and Police present at the spot. pic.twitter.com/8vcxx5ID1q
— ANI (@ANI) October 14, 2025
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક મુસાફરો ફટાકડા લઈને જઈ રહ્યા હતા, જેના કારણે બસમાં આગ લાગી અને બસમાં વિસ્ફોટ થયો. બસ અને તેનો સામાન સંપૂર્ણપણે બળી ગયો હતો.
આ પણ વાંચો :જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટમાં : 200 કાર-2000 બાઈકની રેલી નીકળશે, એરપોર્ટથી લઈ રેસકોર્સ સભા સ્થળ સુધી ભાજપનું ‘શક્તિ પ્રદર્શન’
ધુમાડો નીકળ્યો અને બસ ઝડપથી આગના ગોળામાં ફેરવાઈ ગઈ
જેસલમેર પોલીસના જણાવ્યા અનુસાર, બસ બપોરે 3 વાગ્યાની આસપાસ જેસલમેરથી રવાના થઈ હતી. બસ હાઇવે પર આગળ વધતી વખતે, ડ્રાઇવરે વાહનના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોયો. તેણે બસને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તે સંપૂર્ણપણે લપેટાઈ ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી ગયા અને બચાવ કાર્યમાં જોડાયા. સેનાના જવાનોએ પણ બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરી.
@BhajanlalBjp reached the spot in Jaisalmer where a bus caught fire killing more than a dozen people in
— पारुल कुलश्रेष्ठ (@parul_kuls) October 14, 2025
#Jaisalmer pic.twitter.com/ErNIYoyISu
ફાયર સર્વિસ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘાયલ મુસાફરોને જેસલમેરની જવાહર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર રીતે ઘાયલ 16 મુસાફરોને ગંભીર હાલતમાં જોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડીએનએ ટેસ્ટથી મૃતકોની ઓળખ થશે.
ભાજપના ધારાસભ્ય પ્રતાપ પુરીએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે બસમાં આગ લાગવાથી 20 મુસાફરોના મોત થયા હતા. બસમાં ઓગણીસ લોકોના મોત થયા હતા અને જોધપુર લઈ જતી વખતે એક મુસાફરનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું. જેસલમેર જિલ્લા વહીવટીતંત્રે મૃતકોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ શરૂ કર્યું છે. મૃતદેહો એટલા બળી ગયા છે કે ઓળખ ફક્ત ડીએનએ દ્વારા જ શક્ય બનશે. મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવે તે પહેલાં DNA મેચિંગ કરવામાં આવશે.
કલેક્ટર પ્રતાપ સિંહે અધિકારીઓને ઘાયલ મુસાફરોની તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી
Distressed by the loss of lives due to a mishap in Jaisalmer, Rajasthan. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.
— PMO India (@PMOIndia) October 14, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને અકસ્માતમાં થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી દરેકને ₹2 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ઘાયલ મુસાફરોને ₹50,000 મળશે.
ભજનલાલ શર્મા તાત્કાલિક જેસલમેર પહોંચ્યા
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તાત્કાલિક જેસલમેર પહોંચ્યા અને ઘાયલ મુસાફરોની તબિયત પૂછી. તેમણે અધિકારીઓને ઘાયલ મુસાફરો માટે યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો.
X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા, મુખ્યમંત્રીએ લખ્યું, “જૈસલમેરમાં બસમાં આગ લાગવાની ઘટના અત્યંત દુ:ખદ છે. મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલ મુસાફરો માટે યોગ્ય સારવાર અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.”
