દિલ્હીનો નોટકાંડ: ₹3.5 કરોડની બૅન નોટો સાથે 4 ઝડપાયા!
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શાલીમાર બાગ મેટ્રો સ્ટેશન પાસે મોટી કાર્યવાહી કરતા ₹3.5 કરોડથી વધુ મૂલ્યની 2016માં બૅન થયેલી ₹500 અને ₹1000ની નોટો જપ્ત કરી.
નોટબંધી પછી કાનૂની માન્યતા ગુમાવી ચૂકેલી આ કરન્સી સાથે ચાર લોકોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા. ગુપ્ત માહિતી મળતાં જ પોલીસની ટીમે છાપો મારી આરોપીઓને પકડી પાડ્યા હતા. સાથે જ ગેરકાયદેસર કારોબારમાં વપરાયેલા બે વાહનો પણ સીઝ કરવામાં આવ્યા છે.
પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ લોકોને ખોટી લાલચ આપતા હતા કે આ જૂની નોટો RBI માંથી બદલાવી શકાય છે.
નોટબંધી પછી આવી નોટો રાખવી કે તેનું લેવડ-દેવડ કરવું કાયદેસર ગુનો છે, જેને આધારે તેમની સામે છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને નોટબંધી કાયદા હેઠળ કેસ દાખલ થયો છે.
