બજેટ 2024: ટેકનોલોજી માટે કેટલી ફાળવણી કરી વાંચો
નાણામંત્રીએ દેશની પ્રગતિ અને વધી રહેલી તાકાતનો પરિચય આપીને એવી ગૌરવપૂર્ણ જાહેરાત કરી હતી કે આગામી સમયમાં ચીનને પછાડીને ભારત ટેક ની દુનિયાનો કિંગ બની જશે તેમાં હવે કોઈ શંકા રહી નથી. એટલા માટે જ એમણે ટેકનોલોજી ઇનોવેશન અને રિસર્ચના મહત્વના પ્રોજેકટો માટે રૂપિયા 1 લાખ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી.
આ રકમનો ઉપયોગ ખાનગી ક્ષેત્રને મદદ કરવા તેમજ સ્વદેશી ટેકનોલોજી ટૂલ્સ તૈયાર કરવા માટે થશે. એમણે કહ્યું હતું કે 21 મી સદીમાં ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ઈનોવેશનના મામલામાં દુનિયાના મોટા દેશોને ટક્કર આપી રહ્યો છે અને તેને ઉત્તેજન આપવા માટે સરકારે બહુ મોટું પગલું લીધું છે.
દુનિયાની અસંખ્ય ટેક કંપનીઓ ચીનમાં ઉત્પાદન કરે છે પણ પાછલા થોડાક સમયથી આ કંપનીઓનો રસ ભારતમાં વધી રહ્યો છે. અનેક કંપનીઓ ભારત આવી છે અને બીજી આવી રહી છે. ચીનની વર્તમાન ટેક ઇંદુસ્તરીને પાછળ છોડીને ભારત આગળ નીકળી જશે અને તેમાટેની તૈયારી કરવામાં આવી રહી છે.
ભારત માટે ઇનોવેશન ઝડપી વિકાસના પાયા સમાન છે તેમ કહીને નાણામંત્રીએ કહ્યું હતું કે રક્ષા ક્ષેત્રમાં ડીપ-ટેક ટેક્નોલોજીને મજબૂત કરવા માટે થોડા સમય બાદ નવી યોજના લાવવામાં આવશે અને આ ક્ષેત્રમાં પણ ભારત આત્મનિર્ભર બનશે.