પુત્ર અને પુત્રી બંનેએ માતાપિતાને ભરણપોષણ આપવું પડે: મુંબઈ હાઇકોર્ટનું ફરમાન
બોમ્બે હાઈકોર્ટે પુત્ર અને પુત્રીને વયસ્ક માતાપિતાને ભરણપોષણ ભથ્થું આપવાનો સિનિયર સિટિઝન ટ્રિબ્યુનલનો આદેશ બહાલ રાખ્યો હતો. સિનિયર સિટિઝન ટ્રિબ્યુનલે ૭૩ અને ૭૪ વર્ષના વૃદ્ધ દંપતીના સંતાનોને તેમનું ભરણપોષણ ભથ્થું ચુકવવાનો આદેશ આપ્યો હતો. વૃદ્ધ દંપતીને બે પુત્ર અને એક પુત્રી છે.
ટ્રિબ્યુનલે વયસ્ક દંપતીના બંને પુત્રોને દસ-દસ હજાર રૂપિયા અને પુત્રીને છ હજાર રૂપિયા મેન્ટેનન્સ ચુકવવા જણાવ્યું હતું. ઓક્ટોબર ૨૦૨૨ના ટ્રિબ્યુનલના આદેશ વિરુદ્ધ પુત્રો અને પુત્રીએ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.
અપીલમાં સંતાનોએ દાવો કર્યો હતો કે તેમના પિતાએ મોટા પ્રમાણમાં પૈતૃક મિલકત વેંચી નાખી હતી. તેમના ખાતામાં દોઢ કરોડથી વધુ રકમ જમા છે. પિતા ખરાબ આદતોના વ્યસની હતા. તેમણે ક્યારે પણ પોતાના સંતાનોની કાળજી રાખી નથી. પિતાની આર્થિક સ્થિતિ સારી હોવાથી તેઓ પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ છે. તેમને બેન્કમાં જમા રકમથી પૂરતા પ્રમાણમાં વ્યાજ મળે છે. ઉપરાંત સિનિયર સિટિઝન કાયદા મુજબ ભથ્થાની રકમ દસ હજાર રૂપિયા પર્યાપ્ત છે. પણ ટ્રિબ્યુનલના આદેશથી આ રકમ ૨૬ હજાર સુધી પહોંચે છે.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી કે સિનિયર સિટિઝન એક્ટ મુજબ પ્રત્યેક વરિષ્ઠ નાગરિકને ઓછામાં ઓછા રૂા. ૧૦ હજારનું મેન્ટેનન્સ મળવું જોઈએ. આ કિસ્સામાં બે સિનિયર સિટિઝન હોવાથી ૨૦ હજારની રકમ થાય.