BOB ને 18 વર્ષે મળી રાહત: 3.48 કરોડની છેતરપિંડી બાબતે ચુકાદો
અમદાવાદની સ્પેશિયલ CBI કોર્ટે વર્ષ 2008ના બેંક ઓફ બરોડા સાથે થયેલા 3.48 કરોડની છેતરપિંડીના કેસમાં મુખ્ય ચાર આરોપીઓને દોષી ઠેરવી 3 વર્ષની કેદની સજા ફટકારી છે.
કોર્ટે દરેક દોષિત પર 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સજા પામનારા મુખ્ય આરોપીઓમાં PM માર્કેટિંગના પાર્ટનર્સ મનોજ તંતી, પરેશ તંતી, પૂર્વા પરેશ તંતી અને લીલાવતી એમ તંતીનો સમાવેશ થાય છે.
તપાસમાં ખુલ્યું કે, આ આરોપીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને બેંક ઓફ બરોડામાં કેશ ક્રેડિટની સુવિધા મેળવી છે અને SBI અધિકારીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું. 18 વર્ષ પછી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને CBI કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો ફટકાર્યો.
