નાસિકમાં આર્ટિલરી સેન્ટરમાં ટ્રેનિંગ દરમિયાન વિસ્ફોટ, બે અગ્નિવીરોના મોત
નાસિકના આર્ટિલરી સેન્ટરમાં ટ્રેનિંગ સેશન દરમિયાન વિસ્ફોટને કારણે બે અગ્નિવીરોના મોત થયા હતા. અન્ય એક અગ્નિવીરને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર નાસિક આર્ટિલરી સેન્ટરમાં નિયમિત તાલીમ સત્ર દરમિયાન સૈનિકો લાઈવ ફાયર પ્રેક્ટિસમાં વ્યસ્ત હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે તોપ લોડ કરતી વખતે અચાનક શેલ ફાટી ગયો, જેના કારણે બંને અગ્નિવીરો ઘાયલ થયા હતા જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.
આ ઘટનામાં એક અગ્નિવીર ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે હાલ દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનની ટીમ તપાસ કરી રહી છે