Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપનું સ્ટીમ રોલર:ઠાકરે બંધુ ફેઈલ! મહારાષ્ટ્રની જનતાએ રાજકારણના સમીકરણ બદલી નાખ્યા: મહાપાલિકાઓમાં કમળ છવાયુ

Sat, January 17 2026

મહારાષ્ટ્રની જનતાએ રાજકારણના સમીકરણ જ બદલી નાખ્યા છે. દેશની સૌથી સમૃધ્ધ મુંબઈ મહાપાલિકા સહિત રાજ્યની 29 મહાપાલિકાઓ માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ ભાજપ અને શિંદે શિવસેના માટે અભૂતપૂર્વ સફળતા સમાન રહ્યા છે. 30 વર્ષ બાદ મુંબઈમાં ભાજપનો ઐતિહાસિક ઉદય થયો છે અને ઠાકરે બંધુઓની ગેમ ઓવર થઈ ગઈ છે. ભાજપના સ્ટીમ રોલરથી વિપક્ષના ભુક્કા બોલી ગયા છે. કુલ 29 માંથી 26 મહાપાલિકામાં કેસરીયો લહેરાઈ ગયો છે.

મુંબઇમાં પ્રથમ વખત ભાજપના મેયર બનવાના છે. શુક્રવારે સવારે વાગ્યે મહાપાલિકાઓ માટે થયેલા મતદાનની મત ગણતરી શરૂ થઇ ગઈ હતી અને પ્રારંભથી જ ભાજપ ગઠબંધનનો સપાટો દેખાતો હતો. મુંબઈ ઉપરાંત થાણે, નવી મુંબઈ, પુણે, નાગપુર, નાંદેડ, નાસીક સહિતની 26 મહાપાલિકામાં ભાજપનો પ્રચંડ વિજય થયો હતો અને મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. ઠાકરે બંધુઓના મરાઠી માનુસનું કાર્ડ ફેઇલ થઈ ગયું છે અને તેઓ અસ્તિત્વની લડાઈ હારી ગયા છે.

રાજ ઠાકરેની પાર્ટી મનસેની તો એટલી બધી ખરાબ હાલત થઈ છે કે, શહેરોમાં તેનો સ્કોર ઝીરો રહ્યો છે અને મુંબઈમાં તેને માત્ર ૯ બેઠકો મળી છે. મુંબઈમાં ભાજપ ગઠબંધન 115, ઉધ્ધવ ઠાકરે શિવસેના ગઠબંધન 77, કોંગ્રેસ 13 અને એનસીપીને ૪ બેઠકો મળી રહી છે. મુંબઈમાં ભાજપનો 26 વર્ષનો વનવાસ પૂરો થયો છે. શરદ પવાર અને અજીત પવારને જોરદાર ઝટકો લાગી ગયો છે. મહાયુતીથી અલગ થઇને અજીત પવારે ચૂંટણી લડી હતી પણ તેનો આ જુગાર નિષ્ફળ રહ્યો છે.

મુંબઈ ભરમાં સહિત મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ભાજપ અને શિંદે શિવસેનાના અભૂતપૂર્વ વિજયની રાજ્યભરમાં જોરદાર ઉજવણી કરવામાં આવી હતી અને મુંબઈ સહિતના શહેરોમાં અબીલ ગુલાલની છોળો ઉડી હતી. એક માત્ર લાતુરમાં કોંગ્રેસને લાભ થયો છે અને તેને 70 બેઠકોમાંથી 40 અને ભાજપને 20 બેઠકો મળી છે. 2017માં અહિં ભાજપને 36 બેઠકો મળી હતી.

ભાજપ અને શિંદે ગઠબંધનને મહત્ત્વની મહાપાલિકાઓ ઉપરાંત કોલ્હાપુર, સોલાપુર, અમરાવતી, અકોલા, ઉલ્લાસનગર, પરભણી, પનવેલ, ભિવંડી, સાંગલી, જલગાંવ, ધુલે અને જાલના મહાપાલિકાઓમાં પણ તેનો જોરદાર વિજય થયો છે.

વડાપ્રધાન મોદી પર મહારાષ્ટ્રની જનતાનો ભરોસોઃ ફડણવીસ

મંબલી અહિત સફમાં મહાપદવિહાઓરી ચૂંટણીમંત્રી હવાને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એમ કહ્યું હતું કે, અમારી આ જીત જનતાને અને ભાજપના કાર્યકરોને સમર્પિત કરીએ છીએ. અમારો મુદ્દો વિકાસનો હતો. વિકાસની જીત થઇ છે. વડાપ્રધાન મોદી પર જનતાનો ભરોસો છે. અને તે અમે જાળવી રાખશું. અમને બાલા સાહેબ ઠાકરેના આશિર્વાદ મળ્યા છે. આ મહાવિજય બાદ અમે લોકોના ભરોસા પર ખરા ઉતરશું.

આ પણ વાંચો :રાજકોટના અમીન માર્ગ કૉર્નર સહિત ચાર ‘મોંઘેરા’ પ્લોટની આજે હરાજી: 90 હજારથી લઈ બે લાખ સુધીની અપસેટ પ્રાઈસ

મુંબઇને આંતરરાષ્ટ્રીય નગરી બનાવશું: શિંદે

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદે શિવસેનાને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એમ કહ્યું હતું કે, અમે વિકાસના મુદ્દા પર લયા અને જીતી ગયા. મુંબઇવાસીઓનો ખુબ ખુબ આભાર. નકારાત્મક રાજનીતિ કરનારા હારી ગયા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મુંબઇ હવે વધુ વિકાસ કરશે અને મુંબઇને હવે અમે આંતરરષ્ટ્રીય શહેર બનાવવામાં કોઇ કચાશ રાખશું નહીં. ભાજપ અને શિવસેના પર જનતાએ ભરોસો રાખ્યો છે. માટે તેનો ધન્યવાદ.

મહારાષ્ટ્રની પ્રગતિશીલ જનતાએ વિકાસના વિઝનને મત આપ્યાઃ વડાપ્રધાન મોદી

મહારાષ્ટ્રમાં મહાપાલિકાઓની ચૂંટણીમાં ભાજપના અભૂતપૂર્વ વિજયને વધાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને એમ કહ્યું હતું કે, રાજ્યની પ્રગતિશીલ જનતાએ એનડીએના લોકલક્ષી અને ગુડ ગવર્નન્સના એજન્ડાને આશિર્વાદ આપ્યા છે. મહાપાલિકાઓના પરિણામ એ બતાવે છે કે, મહારાષ્ટ્રની જનતા સાથે એનડીએનું બોન્ડીંગ વધુ ગાઢ બન્યું છે. વિકાસના અમારા વિઝન અને ટ્રેક રેકોર્ડને મહારાષ્ટ્રની જનતાએ વધાવી લીધા છે. હું સમગ્ર મહારાષ્ટ્રની જનતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. એમણે પ્રગતિની ગતિશીલતા વધારવા માટે મત આપ્યા છે. સાથે હું એનડીએના કાર્યકરો પર પણ ગર્વ અનુભવું છું જેમણે રાજ્યભરમાં લોકોના કામ કર્યા છે અને અથાક મહેનત કરી છે. એમણે અમારું વિઝન લોકો સુધી પહોંચાડ્યું છે.

Share Article

Other Articles

Previous

સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ થઈ શકે છે 30 ટકા મોંઘા: ઉત્પાદકોએ કહ્યું-મેમરી ચિપ્સનો અભાવ અને ભાવમાં ભારે વધારો

Next

રાજકોટના અમીન માર્ગ કૉર્નર સહિત ચાર ‘મોંઘેરા’ પ્લોટની આજે હરાજી: 90 હજારથી લઈ બે લાખ સુધીની અપસેટ પ્રાઈસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
28 મિનિટutes પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
36 મિનિટutes પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
52 મિનિટutes પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
1 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

અભિનેતા સલમાન ખાનને ₹5 કરોડ માટે ધમકી આપનારે બીજો મેસેજ મોકલીને માફી માગીને કહ્યું ભૂલથી કર્યો હતો મેસેજ, ઝારખંડમાં લોકેશન નીકળતા પોલીસ દોડી
Breaking
1 વર્ષ પહેલા
વાયુસેના અને આર્મીમાં ફરજ બજાવતા યુગલનો અલગ અલગ સ્થળે આપઘાત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મુંબઈ એરપોર્ટ પર ખાનગી ચાર્ટર વિમાન ક્રેશ થતાં 3 ઘાયલ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાને ઈરાન સામે શું કર્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર