પશ્ચિમ બંગાળમાં ભાજપ આબેહૂબ અયોધ્યા જેવું જ રામ મંદિર બાંધશે
અગાઉ ટીએમસીના ધારાસભ્યએ ‘મીની બાબરી’ મસ્જિદ બાંધવાની ઘોષણા કરી હતી
પશ્ચિમ બંગાળના બેલદાંગા નગરમાં બાબરી મસ્જિદની પ્રતિકૃતિ જેવી આબેહૂબ મસ્જિદ બાંધવાની તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય કબીરે ઘોષણા કર્યા બાદ ભાજપે પણ એ જ જિલ્લાના બેરહામપોર માં અદ્દલ અયોધ્યાના મંદિર જેવું જ રામ મંદિર બાંધવાની જાહેરાત કરી હતી.
ભાજપના બહેરામપોરના જિલ્લા પ્રમુખે જણાવ્યું કે મંદિર માટેની જમીન નક્કી થઈ ગઈ છે અને તેની ઉપર 10 કરોડના ખર્ચે અયોધ્યા જેવું જ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણનો શુભારંભ 22 મી જાન્યુઆરીએ કરવામાં આવશે.નોંધનીય છે કે ગત વર્ષે એ જ તારીખે અયોધ્યામાં રામ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
એ પહેલા તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય કબીરે 75 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા બેરહામપોરમાં મુસ્લિમોની ધાર્મિક લાગણી સંતોષવાના નામે મીની બાબરી મસ્જિદ બાંધવાની કરેલી જાહેરાતના ઘેરાં પડઘા પડ્યા હતા.
કબીર આવા કૃત્યો દ્વારા આ સંવેદનશીલ વિસ્તારમાં ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયત્ન કરતા હોવાનો ભાજપ અને કોંગ્રેસ બન્ને એ આક્ષેપ કર્યો હતો.વિવાદ વધતાં ટીએમસીએ મસ્જિદ નિર્માણ ની જાહેરાત સાથે પાર્ટીને કાંઈ લાગતું વળગતું ન હોવાનો ખુલાસો કર્યો હતો.