રાહુલ ગાંધી સામે ભાજપ ગયો ચુંટણી પંચમાં, શું કહ્યું ? વાંચો
વડાપ્રધાન મોદી વિરુધ્ધ અપમાનજનક કોમેન્ટ કરીને અને પનોતી શબ્દનો ઊપયોગ કરીને રાહુલ ગાંધી બરાબર ફસાયા છે. ભારતની ક્રિકેટ ટીમનો ફાઇનલમાં પરાજય થતાં રાહુલ ગાંધીએ પનોતીએ હરાવી દીધા તેવું નિવેદન કર્યું હતું અને ભાજપે તેની સામે વાંધો લઈને ચુંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી.
પંચને એવી રજૂઆત કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિરુધ્ધ અપમાનજનક કોમેન્ટ કરી છે અને તેમની સામે સખત પગલાં લેવા જોઈએ. સાથો સાથ કોંગ્રેસના પ્રમુખ ખડગે સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
રાહુલે રાજસ્થાનમાં રેલીને સંબોધન કરતી વખતે આવા વિધાનો કર્યા હતા. અને પનોતીએ હરાવી દીધા તેમ કહીને વડાપ્રધાનનું અપમાન કર્યું હતું તેમ ફરિયાદમાં જણાવાયું છે.