ભાજપ, કોંગ્રેસ વચ્ચે કયા મુદ્દે દંગલ ? જુઓ
વડાપ્રધાન સામે શું મુકાયો આરોપ ?
કોંગ્રેસના ચુંટણી ઢંઢેરાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નવું જ દંગલ શરૂ થઈ ગયું હતું. વડાપ્રધાને રવિવારે એક સભામાં એમ કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી સંપત્તિ અને ઘરેણાં લઘુમતીઓમાં વિતરીત કરી દેશે. આ બારામાં કોંગ્રેસે વાંધો લઈને વડાપ્રધાનને જૂઠ નહીં બોલવાની અપીલ કરી હતી. વડાપ્રધાન સામે સોમવારે ચુંટણી પંચમાં ફરિયાદ કરાઇ હતી. કોંગ્રેસે એવો આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસના ઢંઢેરા અંગે વડાપ્રધાન લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
દરમિયાનમાં આ મામલો હવે ગંભીર બનાવી દેવાયો છે અને કોંગી નેતા અભિષેક સિંધવીએ ચુંટણી પંચમાં વડાપ્રધાન સામે ફરિયાદ કરવાની જાહેરાત કરી હતી. સાથે કોંગ્રેસના પ્રમુખ ખડગેએ આ બારામાં વડાપ્રધાન સાથે વાત કરવા અને કોંગ્રેસનો ઢંઢેરો હાથો હાથ સોંપવા માટે વડાપ્રધાનને મળવાનો સમય પણ માંગ્યો હતો. સોમવારે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ચુંટણી પંચની મુલાકાત લઈને વડાપ્રધાનના નિવેદનની ફરિયાદ કરી હતી. કોંગ્રેસે કૂલ 17 ફરિયાદો નોંધાવી હતી.
કોંગ્રેસના નેતાઓએ સોમવારે મીડિયા સામે એમ કહ્યું હતું કે અમારા ઢંઢેરામાં વડાપ્રધાન કહે છે તેવી કોઈ વાત જ નથી. તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એમની સામે ચુંટણી પંચમાં ફરિયાદ કરાઇ છે.
વડાપ્રધાને રાજસ્થાનના બાંસવાડામાં રવિવારે રેલીને કરેલા સંબોધનમાં એમ કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો તમારી સંપત્તિ છીનવીને લઘુમતીઓમાં વહેંચી દેશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આ મુજબની વાત 2006 માં કરી હતી. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે મનમોહન સિંહની સરકારે એમ પણ કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો હક મુસલમાનોનો છે.
કોંગ્રેસના પ્રવક્તાઓએ મીડિયા સામે એમ પણ કહ્યું હતું કે જો વડાપ્રધાન મળવા માટે સમય નહીં આપે તો કોંગ્રેસનો ઢંઢેરો એમને કુરિયર દ્વારા મોકલી દેવાશે અને અને તેનો અભ્યાસ કરીને બોલવા માટે એમને જણાવવામાં આવશે.