જામનગરમાં લોકસભા બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારે કર્યું મતદાન
લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તેમજ નેતાઓ અને અગ્રણીઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે ત્યારે જામનગરની તો ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયાએ મતદાન કર્યું હતું
મળતી વિગતો અનુસાર જામનગરમાં લોકશાહી પર્વની ઉત્સાહ ભેર ઉજવણી થઇ રહી છે ત્યારે જામનગર લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. નવાગામ ધેડમાં આવેલ ગોપાલ કુમાર છાત્રાલય ખાતે પૂનમબેન માડમ મતદાન કર્યું હતું. પૂનમબેન માડમ તેમના માતા અને પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને હાલારમાં શાંતિ પૂર્ણ માહોલમાં મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.
જામનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર મતદાન કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયાએ કાલાવડના નીકવા ગામ ખાતે મતદાન કર્યું હતું. જે.પી મારવિયા તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા
જામનગર લોકસભા બેઠક પર 12 વાગ્યા સુધીમાં કુલ 20.85 ટકા મતદાન
કાલાવડમાં 26.43 ટકા મતદાન, જામનગર ગ્રામ્યમાં 23.72 ટકા મતદાન, જામનગર ઉત્તરમાં 21.31 મતદાન, જામનગર દક્ષિણમાં 19.83 ટકા મતદાન, જામજોધપુરમાં 23.77 ટકા મતદાન ખંભાળીયામાં 21.25 અને ૮૨-દ્વારકામાં 11.69 મતદાન થયું હતું.