બર્થ ડે બોય જસપ્રીત બુમરાહે બીજી ટેસ્ટમાં કરી કમાલ : એક વિકેટ લેતાની સાથે જ આ મોટી સિદ્ધિ હાંસલ કરી !!
ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શુક્રવારે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે એક કેલેન્ડર વર્ષમાં 50 ટેસ્ટ વિકેટ પૂરી કરનાર પ્રથમ બોલર બન્યો. તેણે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી એડિલેડ ટેસ્ટના પ્રથમ દિવસે આ સિદ્ધિ મેળવી હતી. આ સિદ્ધિ સાથે, બુમરાહે કપિલ દેવ અને ઝહીર ખાનની વિશિષ્ટ ક્લબમાં જગ્યા બનાવી છે.
રાઇટ હેન્ડ બોલરે બીજી ટેસ્ટના પહેલા દિવસે ઉસ્માન ખ્વાજાને પોતાનો શિકાર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવની 11મી ઓવરના છેલ્લા બોલ પર 31 વર્ષીય બોલરે ઉસ્માનને પોતાનો શિકાર બનાવ્યો અને મોટી સિદ્ધિ મેળવી. તે આ વર્ષમાં 50* ટેસ્ટ વિકેટ પૂરી કરનાર બોલર બન્યો. આ સાથે તે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ અને ઝહીર ખાનની વિશિષ્ટ ક્લબમાં જોડાયો છે.
બુમરાહે આ વર્ષે રમાયેલી 11 ટેસ્ટ મેચોમાં 50* વિકેટ લીધી છે. એડિલેડમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં તે પોતાની ઘાતક બોલિંગથી કંગારુઓની કમર તોડતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પર્થ ટેસ્ટમાં આ અનુભવી બોલરે કુલ આઠ વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શનના આધારે જ ભારત ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવવામાં સફળ રહ્યું હતું. આ શાનદાર બોલિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.
બુમરાહ પહેલા કપિલ દેવે ભારત માટે આ કારનામું કર્યું હતું. તેણે 1979 અને 1983માં અનુક્રમે 74 અને 75 ટેસ્ટ વિકેટ લીધી હતી. તેના પછી ઝહીર ખાને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લીધી હતી. તેણે 2002માં 51 વિકેટ લીધી હતી. હવે આ યાદીમાં બુમરાહનું નામ પણ સામેલ થઈ ગયું છે.