Bigg Boss 19 : અંદરથી આવું દેખાઈ છે Bigg Bossનું નવું ઘર, લોકશાહીની થીમ પર સેટ, જુઓ વિડીયો
સૌથી વધુ ચર્ચામાં રહેતા ટીવી શો બિગબોસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે બિગ બોસ સીઝન 19 ની રાહ આખરે સમાપ્ત થવા જઈ રહી છે. સલમાન ખાનનો રિયાલિટી શો આવતીકાલથી શરૂ થશે. હંમેશની જેમ, શોની થીમ અલગ છે અને ઘર પણ અલગ છે. ચાલો તમને જણાવીએ કે આ વખતે બિગ બોસનું ઘર કેવું હશે, તેની થીમ શું હશે અને શોમાં કોણ કોણ પ્રવેશ કરશે.
બિગ બોસની થીમ શું હશે?

બિગ બોસની હંમેશા આ ખાસિયત રહી છે કે દરેક સીઝન એક નવી થીમ સાથે આવે છે. છેલ્લી સીઝન એટલે કે બિગ બોસ 18 ની થીમ ‘ટાઇમ કા તાંડવ’ હતી. હવે બિગ બોસ 19 માં પણ એક નવી થીમ છે. આ વખતે બિગ બોસની નવી સીઝન ‘લોકશાહી’ પર આધારિત હશે. એટલે કે, બિગ બોસના ઘરમાં સ્પર્ધકોનો નિર્ણય જનતાના હાથમાં રહેશે અને આખી રમત બહુમતીની રહેશે. સત્તામાં રહેવા માટે, હવે સ્પર્ધકોએ શક્ય તેટલા મિત્રો બનાવવા પડશે અને રણનીતિ પણ બનાવવી પડશે, જે ટીવી સેલેબ્સ માટે થોડી મુશ્કેલ હોઈ શકે છે.

આ શોનું પ્રીમિયર 24 ઓગસ્ટ, રવિવારના રોજ થશે
આ શોનું પ્રીમિયર 24 ઓગસ્ટ, રવિવારના રોજ થશે. આ વખતે સીઝન ૧૯ની થીમ લોકશાહી છે. શો શરૂ થાય તે પહેલા જ ઘરની અંદરની તસવીરો સામે આવી છે તેમજ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ઘરની અંદર એક એસેમ્બલી હોલ બનાવવામાં આવ્યો છે. જેમાં સ્પર્ધકો માટે ટેબલ અને ખુરશીઓ ગોઠવાઈ છે. જે સંપૂર્ણપણે સંસદ ભવન જેવો દેખાય છે. જોકે, આ એસેમ્બલીનો સ્પીકર કોણ હશે તે હજુ નક્કી થયું નથી. લિવિંગ રૂમ અને કન્ફેશન રૂમ ખૂબ જ સુંદર અને રંગબેરંગી બનાવાયો છે.
#BiggBoss19 House Look
— The Khabri (@TheKhabriTweets) August 22, 2025
pic.twitter.com/FXkySEBpcn
સ્પર્ધકોને કોઈપણ સંજોગોમાં બેડ શેર કરવો પડશે
અહીં એક મોટું બિગ બોસ ટીવી પણ લગાવાયું છે. જેના દ્વારા સલમાન ખાન શોના સ્પર્ધકો સાથે વાત કરતા અને તેમને ટાસ્ક આપતા જોવા મળશે. તેની નજીક એક ડાઇનિંગ કશન રૂમ ખૂબ જ સુંદર ટેબલ પણ મૂકાયુંછે અને એક રસોડું બનાવાયું છે, જ્યાં સ્પર્ધકો માટે ભોજનની વ્યવસ્થા કરાશે. પાછલી સીઝનમાં, સિંગલ બેડ અને ડબલ બેડ માટે ઘરના સભ્યો વચ્ચે ઝઘડો થતો હતો, પરંતુ આ વખતે ઘરના સભ્યોને ડબલ અને ટ્રિપલ શેરિંગ બેડ અપાયા છે, એટલે કે, હવે સ્પર્ધકોને કોઈપણ સંજોગોમાં બેડ શેર કરવો પડશે.
આ પણ વાંચો : કઇંક આવું હશે અંતરિક્ષમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન : ઈસરોએ મોડેલ જાહેર કર્યું, જાણો ક્યાં સુધીમાં થઈ જશે તૈયાર
સ્વિમિંગ પૂલ અને જીમ માટે પણ ઉત્તમ વ્યવસ્થા
સ્પર્ધકોના રિલેશમેન્ટ અને ફિટનેસને ધ્યાનમાં રખાયું છે. સ્વિમિંગ પૂલ અને જીમ માટે પણ ઉત્તમ વ્યવસ્થા કરાઈ છે. આ સાથે, ઘરના સભ્યો પર નજર રાખવા માટે દરેક ખૂણામાં સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. આ સાથે, ઘરમાં એક ઉચ્ચ કક્ષાની લાઈટિંગ સિસ્ટમ પણ લગાવાઈ છે, જે સેટને ખૂબ જ સુંદર બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસ 19 નો પહેલો જ એપિસોડ ૨૪ ઓગસ્ટને રવિવારે જિયો સિનેમા પર સ્ટ્રીમ કરાશે. આ પછી આ શો કલર્સ ટીવી પર પ્રસારિત થશે.
