શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના : બિહારના જહાનાબાદના સિદ્ધેશ્વર મંદિરમાં ભાગદોડ મચી જતા 7 લોકોના મોત
બિહારના જહાનાબાદ પાસે આવેલા સિદ્ધનાથ મહાદેવના મંદિરે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જમા થઇ ગયા બાદ મચેલી ભાગદોડમાં 7 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં પાંચ મહિલાઓ પણ સામેલ છે. વાણાવર ટેકરી પર સ્થિત સિદ્ધનાથ મંદિરમાં ભાગદોડ મચી જવાને કારણે આ કરૂણ દૂર્ઘટના સર્જાઈ હતી. ઉત્તરભારતમાં ચાલી રહેલા શ્રાવણ મહિનાના ચોથા સોમવારે મોટી સંખ્યામાં જળાભિષેક કરવા માટે ઉમટી પડ્યાં હતાં.
ભક્તોની ભારે ભીડના કારણે મંદિર પાસે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. પછી અચાનક લોકો અહીં-તહીં ભાગવા લાગ્યા. જેના કારણે ઘણી મહિલાઓ પડી અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી. સાથે જ અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દરમિયાન સ્થાનિક કૃષ્ણ કુમારે 35-50 લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘લગભગ 50 લોકો મૃત્યુ પામ્યા છે. એક એમ્બ્યુલન્સમાં ચાર મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે. એક 30થી 35 વર્ષના યુવકની લાશ એમ્બ્યુલન્સમાં જોઈ છે અને એક વાહનમાંથી 12 મૃતદેહો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.જો કે, જહાનાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અલંકૃતા પાંડેએ 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સરકારે મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, “સાવન મહિનામાં ભગવાન શિવ ભક્તોની સંખ્યામાં વધારો થયો છે અને લોકો ભગવાનને જળ ચઢાવવા માટે ઉતાવળમાં હતા. વ્યવસ્થા હતી પણ લોકોમાં ધીરજનો અભાવ હતો.