કોરોનાના કેસમાં ૭ મહિના પછી મોટો ઉછાળો : વાંચો કેટલા કેસ આવ્યા
નવા વર્ષ પહેલા કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી લોકો ચિંતિત
શિયાળો જામતાની સાથે જ દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અને આંકડાએ ચિંતા જગાવી છે. દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.ભારતમાં શુક્રવારે કોરોનાના 797 નવા કેસ નોંધાયા હતા અને આ સાથે જ દેશમાં સક્રિય કેસ વધીને 4091 થઈ ગયા છે. કેરળમાં આજે સૌથી વધુ 5 મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 2, તમિલનાડુમાં 1 દર્દીનું મોત થયું છે.
એક એજન્સી અનુસાર દેશમાં આ વર્ષ 19 મે 2023 બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ અત્યારે નોંધાયા છે. 19 મે 2023ના રોજ કોરોના સંક્રમણના કેસ 865 નોંધાયા હતા. કોરોના વાયરસના નવા કેસ ફરી વાર હવે નોંધાયા છે.
કોરોના JN.1નું નવું વેરિઅન્ટ દેશના ઘણા શહેરોમાં પહોંચી ગયું છે. દિલ્હી, ગુરુગ્રામ, અજમેર સહિત ઘણા શહેરોમાં આ વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. હાલમાં દેશમાં જેએન.1ના 150થી વધુ દર્દીઓ છે.
અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના આ નવા પ્રકારના કેસ 150ને પાર કરી ગયા છે. કોરોનાનું JN.1 વેરિઅન્ટ અન્ય પ્રકારો કરતાં વધુ ચેપી હોવાનું કહેવાય છે અને અન્ય પ્રકારો કરતાં તે ઝડપથી ફેલાય છે. જો કે, આ પ્રકારથી અત્યાર સુધી કોઈ ગંભીર ખતરો સામે આવ્યો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને JN.1 વેરિઅન્ટને ‘ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ગણાવ્યું છે. ડબ્લ્યુએચઓ અનુસાર, આનાથી જનતા માટે કોઈ મોટો ખતરો નથી. પહેલેથી જ અસ્તિત્વમાં છે તે રસીઓ આ પ્રકાર સામે અસરકારક છે.