મહારાષ્ટ્રના ડેપ્યુટી CM બન્યાના 2 દિવસ બાદ અજીત પવારને મોટી રાહત : 1000 કરોડની બેનામી મિલકતના કેસમાં ક્લિનચીટ
1000 કરોડની બેનામી સંપત્તિ ધરાવવાના મામલામાં અજીત પવારને તેમણે મહારાષ્ટ્રની મહયુતી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેના બીજા દિવસે ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી. સાથે જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ જપ્ત કરેલી 1000 કરોડની મિલકતો પણ મુક્ત કરી દેવાઇ હતી.
અજીત પવાર મહા વિકાસ આઘાડીની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે તારીખ 7 ઓગસ્ટ 2021 ના રોજ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટએ તેમના તથા તેમના પરિવારજનો અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકોના રહેઠાણો અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા.
એ સંપત્તિ અજીત પવાર બેનામી રીતે ધરાવતા હોવાનોઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દાવો કર્યો હતો. આઈકર ખાતા દ્વારા સતારામાં જરાદનેશ્વર સુગર ફેક્ટરી, મુંબઈનું એક સંકુલ, ગોવાનો રિસોર્ટ, દિલ્હીમાં ફ્લેટ તથા મહારાષ્ટ્રમાં જમીનના અનેક પ્લોટ કબજે કરવામાં આવ્યા હતા.
આ અંગેના કેસની પ્રિવેન્શન ઓફ બેનામી પ્રોપર્ટીઝ ટ્રિબ્યુનલમાં સુનાવણી ચાલી હતી. ટ્રિબ્યુનલે આ મિલકતો અજીત પવાર અથવા તેની સાથે સંકળાયેલા લોકોની હોવાનો પુરાવા પુરા પાડવામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ નિષ્ફળ ગયું હોવાનું જણાવ્યું હતું. મિલકત અંગેના તમામ આર્થિક વ્યવહારો કાયદેસરની બેન્કિંગ પદ્ધતિ દ્વારા કરવામાં આવી હોવાની અજીત પવારના વકીલને દલીલ ડ્રીબ્યુનલ એ માન્ય રાખી હતી અને અજીત પવારને આરોપ મુક્ત કરી જપ્ત કરેલી તમામ સંપત્તિ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
25,000 કરોડના કૌભાંડની કેસ પણ બંધ કરી દેવાયો હતો
અજીત પવાર સામે 2019 માં મુંબઈ પોલીસ દ્વારા ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેંક માં ₹25,000 કરોડના કૌભાંડનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પવાર શિવસેનાના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા ત્યારે મુંબઈ પોલીસે સી સમરી ભરી કેસ બંધ કરી દીધો હતો. એ દરમિયાન ભાજપ અને શિંદે ગઠબંધનની સરકાર બની ત્યારે એ કેસ ફરીથી ઉખેડવામાં આવ્યો હતો. ત્યારબાદ અજીત પવાર મહાયૂતીમાં ભળી અને નાયબ મુખ્યમંત્રી બનતા 23 નવેમ્બર 2023 ના રોજ ફરી એક વખત મુંબઈ ઇકોનોમિક ઑફેન્સ વિંગ દ્વારા ફરી એક વખત સીસમરી ભરી કેસ બંધ કરી દેવાયો હતો.