ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
ભારતમાં માહિતી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ યુનિયન બજેટમાં દેશમાં ડેટા સેન્ટર સ્થાપી વૈશ્વિક ગ્રાહકોને ક્લાઉડ સેવાઓ આપતી કંપનીઓ માટે 2047 સુધી ટેક્સ હોલિડેની ઘોષણા કરી છે.
સરકારનું માનવું છે કે AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગ માટે મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત આવશ્યક છે અને આ નીતિથી ભારતમાં મોટા પાયે વિદેશી રોકાણ આકર્ષાશે.
આ નીતિ પહેલેથી જ જોવા મળતા રોકાણ ટ્રેન્ડને વધુ વેગ આપશે. ગયા વર્ષે Google એ આંધ્ર પ્રદેશમાં AI આધારિત ડેટા સેન્ટર માટે આગામી પાંચ વર્ષમાં 15 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. વિશાખાપટ્ટનમમાં ઉભું થનાર 1 ગીગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર કેમ્પસ ભારત માટે AI ક્ષેત્રમાં મોટું સ્ટ્રેટેજિક પગલું માનવામાં આવે છે.
આ પણ વાંચો :સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
વિશેષજ્ઞોનું માનવું છે કે ટેક્સ હોલિડે જેવી લાંબા ગાળાની ખાતરીથી ભારત માત્ર IT સર્વિસિસ પૂરતું નહીં રહે, પરંતુ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા ઇકોસિસ્ટમમાં પણ વૈશ્વિક લીડર બનવાની દિશામાં આગળ વધશે.
- ભારતમાં ડેટા સેન્ટર સ્થાપી વૈશ્વિક ગ્રાહકોને ક્લાઉડ સેવા આપતી વિદેશી કંપનીઓને 2047 સુધી આવકવેરા મુક્તિ
- ભારતના ગ્રાહકોને સેવા આપવા માટે ભારતીય રિસેલર એન્ટિટી ફરજિયાત
- સંબંધિત (related) એન્ટિટી દ્વારા ડેટા સેન્ટર સેવા આપવામાં આવે તો કૉસ્ટ પર 15% સેફ હાર્બર
- AI, ક્લાઉડ અને હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ માટે ભારતને ગ્લોબલ ડેટા હબ બનાવવાનો સરકારનો રોડમેપ
