2027ની વસતી ગણતરીમાં મોટો ફેરફાર! હવે બધું થશે ડિજિટલ—મોબાઈલ એપથી જ ભરાશે ડેટા
કેન્દ્ર સરકારે 2027ની રાષ્ટ્રીય વસતી ગણતરીને પૂર્ણપણે ડિજિટલનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જાહેરાત કરી કે આ પ્રથમ વખત હશે જ્યારે પરંપરાગત કાગળના ફોર્મ્સની જગ્યાએ મોબાઈલ એપ અને વેબ પોર્ટલ દ્વારા આખી ગણતરી કરવામાં આવશે. આ પગલું દેશની ડિજિટલ ગવર્નન્સ તરફનું સૌથી મોટું પરિવર્તન ગણાઈ રહ્યું છે.
મોબાઈલ એપ અને વેબ પોર્ટલથી જ થશે ડેટા કલેકશન
સરકાર એક સ્પેશિયલ ડિજિટલ પોર્ટલ બનાવી રહી છે, જે દેશભરના મોનિટરિંગ અને પ્રોસેસ મેનેજમેન્ટ માટે ઉપયોગમાં લેવાશે. નાગરિકો પોતાની માહિતી ઓનલાઈન ફોર્મ દ્વારા ભરી શકશે, જ્યારે ફિલ્ડ અધિકારીઓ મોબાઈલ એપ્લિકેશનની મદદથી ડેટા એકત્રિત કરશે. આ નવી વ્યવસ્થા ગણતરીને વધુ ઝડપી, પારદર્શક અને ઓછી ભૂલવાળી બનાવશે.
