સાંસદ ગેનીબેન વિરુદ્ધ ભૂવાનો ઉગ્ર પડકાર:“વિચારીને બોલજો… નહીં તો નામ લઈને બોલીશ”
કૉંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે થરાદ ખાતે ઠાકોર સમાજના કાર્યક્રમ દરમિયાન ભૂવાઓને લઈ કરેલા નિવેદન બાદ વિવાદ ગરમાયો છે.
તેમના નિવેદન બાદ રાજ્યના એક ભૂવાએ ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું કે “બધા ધૂણે એ જુઠા નથી.” ભૂવાએ ગેનીબેનનું નામ લીધા વગર સીધી ચેતવણી આપતા કહ્યું, “હું કાળું હીરાની બત્રીસીની મેલડી ધૂણું છું.
રાધનપુર, ભાભર, દિયોદર અને સુઈગામમાં મારી 5000 બાધા છે.” સાથે જ તેમણે દાવો કર્યો કે “તમારા ડોક્ટર કે નેતા જેટલા હોય તે લાવો… બીજી વાર બોલો તો વિચારીને બોલજો.”
ગેનીબેન ઠાકોરે પોતાના ભાષણમાં સમાજના લોકોને “ભૂવાઓના ચક્કરમાં ન ફસાવાની” અપીલ કરી હતી.
