ભાઈબીજ 2025 : જાણો કેમ મનાવાય છે ભાઈબીજનો તહેવાર? યમરાજ અને યમુનાજી સાથે જોડાયેલી છે આ કથા
ભાઈબીજનું ધાર્મિક મહત્વ કારતક સુદ બીજને ગુરુવાર તા.23.10.25ના દિવસે ભાઈબીજ છે. બપોરના 12 વાગ્યે યમના જળનુ આચમન કરવું ભાઈબીજ એટલે પુરા ભારત વર્ષમાં નહીં પરંતુ આખી દુનિયામાં ભાઈ-બહેનના સ્નેહ અને પ્રેમનું પર્વ એટલે ભાઈબીજ. આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી અને ત્યારબાદ બપોરે 12 વાગ્યે યમના જળનું આચમન ઘરના બધા જ સભ્યોએ કરવુ. કહેવાય છે કે બપોરે 12 વાગ્યે યમુનાજી સાક્ષાત પધારે છે આથી યમુના જળનું આચમન કરવુ ઉત્તમ છે
એવી એક માન્યતા છે પુરાણોમાં ભાઈબીજનું મહત્વ અને તેના વ્રતનું ફળ પૌરાણીક કથા પ્રમાણે યમુનાજી પોતાના ભાઈ યમને જમવા બોલાવે છે પરંતુ યમરાજાને ફુરસદ ન હોવાથી તે ભાઈબીજના દિવસે જમવા આવે છે ત્યારે યમુનાજી ભાત-ભાતના પકવાન બનાવી પોતાના ભાઈને જમાડે છે અને ત્યારે યમ રાજા કહે છે બહેન આર્શીવાદ માંગ તારે શું જોઈએ છે ત્યારે યમુનાજી કહે છે કે જે બહેનના ઘરે આજના દિવસે જે ભાઈ જમવા જશે તેને યમ યાતના ભોગવી ન પડે તથા તેને અકાળ મૃત્યુ ન આવે.
આ પણ વાંચો : વિક્રમ સંવત 2081નો છેલ્લો દિવસ: 23મીએ નવું વર્ષ, જાણો પડતર દિવસ કેમ આવે છે?
યમ રાજા આર્શીવાદ આપે છે. આમ, આજના દિવસે જે ભાઈ પોતાના બહેનના ઘરે જમવા જાય છે, તેને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. આ દિવસે પોતાના બહેનના હાથે બનાવેલી રસોઈ જમવાથી ભાઈને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને શત્રુ ભય રહેતો નથી. આ વર્ષે રવિવારે તા.૨૬ ઓક્ટોબરના દિવસે લાભપાંચમ છે તેમ શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્નએ જણાવ્યું હતું.
