GSTમાં ઘટાડોનો થશે ફાયદો : મારુતિની દરેક કારના ભાવમાં ઘટાડો : જાણો કઈ કાર કેટલી સસ્તી થશે?
આગામી તા. 22ને સોમવારથી જી.એસ.ટી.માં થયેલા સુધારાનો અમલ થઇ રહ્યો છે અને અનેક ચીજવસ્તુના ભાવમાં ઘટાડો થવાનો છે ત્યારે મારુતિ સુઝુકી કંપની આ ઘટાડાનો ઘટાડાનો સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને આપવા માંગતી હોય એવું લાગી રહ્યું છે.કંપનીએ સોમવારથી જ તેની જુદી જુદી કારના ભાવમાં 52 હજારથી લઈને 1.29 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
મારુતિ સુઝુકીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “તાજેતરમાં થયેલા GST રિફોર્મના ફાયદાને ગ્રાહકો સુધી સીધા પહોંચાડવામાં આવશે. જેને લઈને કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ મોડલોની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જોકે, કિંમતના ઘટાડાને લઈને વાહનના ફિચર્સ અને ટેક્નોલોજી વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.”
મારુતિ સુઝુકીએ પોતાની સ્વિફ્ટ કારની કિંમતમાં 84,600 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત 5.79 લાખ થઈ ગઈ છે. શરૂઆતમાં સ્વિફ્ટના થર્ડ જનરેશન મોડલની કિંમત 6.49 લાખ હતી. બલેનોની કિંમતમાં 86, 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી તેની કિંમત 5.99 લાખ થઈ ગઈ છે. મારુતિએ પોતાની ફાઈવ સ્ટાર રેટિંગવાળી મારુતિ ડિઝાયર કારની કિંમતમાં 87,700 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત 6.26 લાખ થઈ ગઈ છે.
મારુતિ સુઝુકીએ પોતાની એસયુવી અને એમપીવી રેન્જના ભાવ પણ ઘટાડ્યા છે. એસયુવી Fronxની કિંમતમાં 1,12,600 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી તેની કિંમત 6.65 લાખ થઈ ગઈ છે. આ સિવાય બ્રેઝાની કિંમતમાં 1,12,700 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે તમે તેને 8.26 લાખ રૂપિયામાં ખરીદી શકો છો.
એમપીવી કારની વાત કરીએ તો મારુતિ અર્ટિગાની કિંમતમાં 46, 400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની કિંમત 8.80 લાખ થઈ ગઈ છે. જ્યારે XL6ની કિંમતમાં 52,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે આ કામ 11.52 લાખમાં મળશે. આ સિવાય વૈન સેગ્મેન્ટની મારુતિ ઈકોની કિંમતમાં 68, 700 રૂપિયાનો ઘટાડો કરાયો છે. જેથી તે હવે 5.18 લાખમાં મળશે.
કારની કિંમતોમાં ઘટાડો કર્યા બાદ હવે મારુતિ સુઝુકીની અલ્ટો K10 કાર હવે સૌથી સસ્તી કાર રહી નથી. કારણ કે મારુતિ સુઝુકીએ તેની કિંમતમાં 1,07,600 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત 3.69 લાખ થઈ ગઈ છે. જ્યારે મારુતિ એસ-પ્રેસોની કારમાં 1,29,600નો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત 3.49 લાખ થઈ ગઈ છે.
કઈ કાર કેટલી સસ્તી થઇ ?
- એસ-પ્રેસો : રુ.1,29,600 સુધી
- અલ્ટો K10 : રુ.1,07,600 સુધી
- સેલેરિયો : રુ.94,100 સુધી
- વેગન-આર : રુ.79,600 સુધી
- ઇગ્નિસ : રુ.71,300 સુધી
- પ્રીમિયમ હેચબેક અને SUV મોડેલ્સ પર ડિસ્કાઉન્ટ
- સ્વિફ્ટ : રુ.84,600 સુધી
- બલેનો : રુ.86,100 સુધી
- ટુર એસ : રુ.67,200 સુધી
- ડિઝાયર : રુ.87,700 સુધી
- ફ્રાંક્સ : રુ.1,12,600 સુધી
- બ્રેઝા : રુ.1,12,700 સુધી
- ગ્રાન્ડ વિટારા : રુ.1,07,000 સુધી
- જિમ્ની : રુ.51,900 સુધી
- એર્ટિગા : રુ.46,400 સુધી
- XL6 : રુ.52,000 સુધી
- કોમર્શિયલ વાહનો અને અન્ય મોડેલો પર કપાત
- ઇન્વિક્ટો : રુ. 61,700 સુધી
- ઇકો : રુ. 68,000 સુધી
- સુપર કેરી એલસીવી : રુ. 52,100 સુધી
