મતદાન કરતાં પહેલા પીએમ મોદી આ વૃદ્ધને લાગ્યા પગે, જાણો કુર્તા-પાયજામા અને જેકેટ પહેરેલ આ વ્યક્તિ કોણ છે…
આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં જ્યારે તે પગપાળા બૂથ પર મત આપવા માટે ગયા ત્યારે ગેટ પર એક વૃદ્ધ ઉભા હતા. શું તમે જાણો છો કે તે કોણ હતા?
#WATCH | Prime Minister Narendra Modi arrives at Nishan Higher Secondary School in Ahmedabad, Gujarat to cast his vote for #LokSabhaElections2024
— ANI (@ANI) May 7, 2024
Union Home Minister Amit Shah is also present. pic.twitter.com/eg9MaQ1hQS
સફેદ કુર્તા-પાયજામા અને હાફ જેકેટ પહેરેલ વ્યક્તિ પ્રવેશ દ્વાર પર પીએમની રાહ જોઈ રહ્યા હતા. આજુબાજુ સુરક્ષાદળોનો ઘેરો હતો પરંતુ કોઈએ તેમને રોક્યા ન હતા. જ્યારે પીએમ મોદી પગપાળા લોકોને શુભેચ્છા પાઠવતા તેમની પાસે પહોંચ્યા તો તેમણે તેમના પગ સ્પર્શ કર્યા અને તેમની તબિયત વિશે પૂછ્યું. આગળ પીએમ અને તે બંને મતદાન મથકની અંદર ગયા. વાસ્તવમાં, તે બીજું કોઈ નહીં પણ પીએમના મોટા ભાઈ સોમાભાઈ મોદી હતા.
આજે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. લોકસભાની ચૂંટણીના મતદાનને પ્રથમ દોઢ કલાક પૂર્ણ થયો છે. પ્રથમ દોઢ કલાકમાં ગુજરાતમાં સરેરાશ 10 ટકા મતદાન થયુ છે. આજે ત્રીજા તબક્કા માટે ગુજરાતની 25 બેઠક માટે મતદાન યોજાઇ રહ્યું છે. ખાસ વાત છે કે, લોકસભાની 26 બેઠકોની સાથે સાથે વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાઇ રહી છે.