કચ્છના જખૌ માંથી સ્વતંત્રતા દિવસ પૂર્વે ૧૦ પેકેટ ચરસ પકડાયું
બીએસએફના સર્ચ દમિયાન ખિદરત બેટમાંથી ચરસના પેકેટ બિનવરસી મળ્યા
આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ ગુજરાતના સરહદી વિસતારો હાઈ એલર્ટ પર છે. ત્યારે ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સએ ગુજરાતના ભુજ જિલ્લામાં જખૌ કિનારેથી ચરસના ૧૦ પેકેટ જપ્ત કર્યા છે. ખિદરત બેટમાંથી આ 1 કિલોના એક પેક્ટ એવા ૧૦ પેકેટ જેટલું ચરસ મળી આવ્યુ છે. બિનવારસી હાલતમાં મળી આવેલા આ પેકેટને લઈને હવે તપાસનો દૌર શરૂ થયો છે. અગાઉ પણ સરહદી વિસ્તારમાંથી આવા ઘણા પેકેટ્સ મળી આવવાની ઘટનાઓ બની ચુકી છે.
આજે બીએસએફ દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બીએસએફના આ વિશેષ સર્ચ ઑપરેશનમાં ભુજમાં જખૌ કિનારેથી લગભગ 02 કિમી દૂર ઉજ્જડ ખિદરત બેટમાંથી આશરે 01 કિલો વજનના શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટો મળી આવ્યા હતા. પેકેટો પીળા રંગની પ્લાસ્ટિક બેગમાં પેક કરવામાં આવ્યા હતા અને દરેક પર ઉડતા ગરુડનું ચિત્ર છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બિનવારસી પેકેટ મળી આવવાનો સીલસીલો યથાવત છે. એક તરફ કચ્છના દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના નાકામ પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યા બીજી તરફ 2020થી કચ્છના વિવિધ દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસી ચરસના પેકેટો પણ મળી રહ્યા છે. જો કે અત્યાર સુધી ઝડપાયેલા ચરસના પેકેટ મામલે આ ચરસના પેકેટ ક્યાથી આવી રહ્યા છે ? તે હજુ સુધી તપાસમાં સામે આવ્યુ નથી. પરંતુ ભરતી-ઓટની દરિયાઇ પ્રક્રિયા બાદ નિર્જન ટાપુ પરથી આવા પેકેટ મળી આવે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના કોટેશ્વર ખાતે બીએસએફના ત્રણ પ્રકલ્પોના ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત કર્યું તેજ દિવસે આ ચરસનો જથ્થો મળી આવ્યો છે ત્યારે સ્વતંત્રતા દિવસ પૂર્વે કચ્છ અને દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.